ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની બોલ્ડ અભિનેત્રી એશા ગુપ્તાએ દિલ્હીની રેસ્ટોરન્ટમાં અસ્વસ્થતા અનુભવવા બદલ બિઝનેસમેન પર આરોપ મૂક્યો હતો. ટવિટ દ્વારા આક્ષેપ કરનારી એશા ગુપ્તા સામે બિઝનેસમેન દ્વારા બદનક્ષી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિઝેનેસમેને સાકેતની અદાલતમાં સોશિયલ મીડિયા પર માનસિક ત્રાસ ગુજારવા બદલ વળતરની માગણી કરતી ફરિયાદ નોંધાવી હતી. આઇપીસીની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ કેસની પ્રથમ સુનાવણી ઑગસ્ટની 28 તારીખે કરવામાં આવશે અને એશાએ તે દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. વધુમાં બિઝનેસમેને એશાના આક્ષેપોને કલ્પનાના ભાગ રૂપે ગણાવ્યા છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એશાએ સોશિયલ મીડિયા પર પોતાનું ચિત્ર પોસ્ટ કર્યા પછી ઘણી બદનામી અને હેરાનગતિ સહન કરવી પડી છે અને એશાએ લખેલી પોસ્ટના કારણે લોકો તેની વિશ્વસનીયતા પર પણ શંકા કરે છે.
આ મહિનાની શરૂઆતમાં એશાએ તેના ઇન્સ્ટગ્રામ અને ટ્વિટર પર આરોપ મૂક્યો હતો કે દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતી વખતે બિઝનેમેન તેને ઘૂરીને જોઈ રહ્યો હતો. બિઝનેસમેન દ્વારા તેના પર સતત આઈ રેપ-આંખોંથી બળાત્કાર કરવામાં આવ્યો હતો.
એશાએ ટ્વીટમાં લખ્યું કે, “રોહિત વિગ- જે માણસ આખી રાત એક સ્ત્રીને જોઈને ધૂરક્યા કરે અને તેને ત્યાં ઉભા રહેવામાં હેરાન કરે. તેણે મને સ્પર્શ કર્યો ન હતો કે કશું પણ કહ્યું ન હતું. તે કોઈ ફેન પણ ન હતો. પણ એક મહિલા તરીકે સલામત નથી.