વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત, શિખર રિટર્ન, જાણો કોને મળ્યું સ્થાન

ઓગષ્ટમાં શરૂ થવા જઈ રહેલા વેસ્ટઈન્ડીઝની સિરીઝ માટે ટીમ ઈન્ડીયાની પસંદગી કરવામાં આવી છે. વિંડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની પસંદગી 19મી તારીખે થવાની હતી,પણ પસંદગી સમિતિ અને ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વચ્ચે નિયમોને લઈ અસ્પષ્ટતા જન્મી હોવાથી આજે પસંદગી સમિતિની બેઠક મળી હતી. ત્રીજી ઓગષ્ટથી શરૂ થઈ રહેલા પ્રવાસ માટે એમએસ પ્રસાદના પ્રમુખ પસંદગી મુંબઈના વાનખેડે સ્ટેડીયમ ખાતે સમિતિએ ટીમની પસંદગી કરી હતી.

ટી-20ની ટીમ

BCCIએ વેસ્ટઈન્ડીઝ સાથે ત્રણ ટી-20 માટે વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કુણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દિપક ચહર અને નવદીપ સૈનીની પસંદગી કરી છે.

વન ડે ટીમ

વેસ્ટઈન્ડીઝ સાથે 3 વન ડે રમાવાની છે. જેમાં વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાદવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ અને નવદીપ સૈનીની પસંદગી કરી છે.

ટેસ્ટ ટીમ

બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની પસંદગી કરવામાં આવી છે.

વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારી, હનમા બિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, વૃદ્વિમાન સાહા, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મહોમ્મદ શમી, જસપ્રીત બૂમરાહ અને ઉમેશ યાદવની પસંદગી કરી છે.