ઝારખંડમાં ટોળાનો આતંક: એક નહી, બે નહીં પણ ચાર-ચાર જણને બર્બરતાપૂર્વક મારી નાંખ્યા

ઝારખંડમાં તબરેઝ અન્સારીનો મામલો શાંત થયો નથી ત્યાં તો ટોળાનાં આતંકની વધુ એક કમકમાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જાદુ-ટોણાનો વહેમ રાખીને 10-12 જણાના ટોળાએ એક નહીં, બે નહી પણ ચાર ચાર મારી નાંખ્યા હતા.પોલીસે જણાવ્યું કે આ ઘટના શવિનારે રાત્રે ગુમલા જિલ્લાના સિસકારી ગામમાં બની હતી. એસપીએ કહ્યું કે તપાસ કરવામાં આવી રહી છે. જાદુ-ટોણાની શંકાના આધારે ચાર લોકોને મારી નાંખવામાં આવ્યા છે. ઝારખંડમાં પાછલા 10 વર્ષમાં જાદુ-ટોણાની શંકા રાખી અંદાજે એક હજાર લોકોને મારી નાંખવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર 10-12 લોકોના ટોળાએ સિસકારી ગામનાં ભોરમાં એક પરિવાર પર હુમલો કર્યો. હુમલાખોરોએ પીડિતોને ઘરમાંથી બહાર ખેંચીને લાવ્યા હતા અને તમામનું ગળું દબાવીને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યા હતા. ગામમાં કશું પણ ખરાબ થાય તો ગામ લોકો આ પરિવાર પર જાદુ-ટોણાની શંકા કરતા હતા. જેથી કરીને પરિવારને સજા આપવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

પોલીસ વડા અંજનિકુમાર ઝાએ કહ્યું કે ચહેરા પર નકાબ પહેરીને વોક આવ્યા હતા. દંડાથી તેમને મારતા રહ્યા અને ત્યાં સુધી માર માર્યો કે તેઓ મરી નહીં ગયા. તપાસ ચાલી રહી છે અને હુમલાખોરોને શોધવામાં આવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં સૂના ઉરાંવ-65, ચંપા ઉરાંવ-79, ફગની ઉરૈન-60 અને પીરો ઉરૈન-74ની હત્યા કરવામાં આવી છે.