વીજબીલમાં લોકોને કેવી રીતે માર પડે છે તેની ખતરનાક હકીકતથી સૌ કોઈ વાકેફ છે. પણ જ્યારે બેભાન થઈ જવાય તેવું વીજ બીલ આવે તો માણસને કૂવો પૂરવાનો વારો આવે તેમ છે. વીજ કંપનીઓના કોઠા-કબાડા અને અવચંડાઈઓ જગજાહેર છે. ત્યારે એક ગ્રાહકને 1,28,45,95,444 વીજ બીલ ફટકારવામાં આવ્યું છે. બીલ મળતા જ ગ્રાહકના પગ તળેથી જમીન ખસી ગઈ અને તમ્મર આવી ગયા હતા.ગ્રાહક વિચારમાં પડી ગયો કે આટલું બધું વીજ બીલ આવ્યું કેવી રીતે?
આ ઘટના બની છે ઉત્તરપ્રદેશના હાપુર વીજ વિભાગમાં. વીજ વિભાગની લાપરવાહી બહાર આવી છે. પીડિત વ્યક્તિ શમીમ અને તેમના પત્ની ખૈરુન્નિસાનો આરોપ છે કે કોઈ પણ તેમની દલીલ સાંભળવા તૈયાર નથી. વીજ બીલ આવ્યા બાદ કોઈ રજૂઆત સાંભળવા રાજી નથી. આટલી ભારી ભરખમ અને જીવન જ નહીં પણ પેઢીઓ ખલાસ થઈ જાય તેટલું બીલ કેવી રીત ભરીએ. આ અંગે ફરીયાદ કરવા ગયા તો જ્યાં સુધી બીલ નહીં ભરો ત્યાં સુધી કનેક્શન શરૂ કરવામાં આવશે નહીં.
બડેમીંયાનું કહેવું છે કે વીજ વિભાગનો કોઈ પણ અધિકારી અમારી વાત સાંભળી રહ્યો નથી. વીજ વિભાગના અધિકારી રામ શરણનું કહેવું છે કે આ ટેક્નિકલી મિસ્ટેક છે. જો તેઓ અમેન વીજ બીલ બતાવશે તો તેને સુધારીને ટેક્નિકલ મિસ્ટેકને સુધારી લઈશું અને જે યોગ્ય ચાર્જ હશે તે પ્રમાણે નવું બીલ ઈશ્યુ કરીશું. આ કોઈ મોટી વાત નથી. આવી સમસ્યાઓ તો આવતી જ રહે છે.