મુકેશ અંબાણીના ચેરમેનપદ હેઠળની કંપની રિલાયન્સ જિઓ બીજા નંબર પહોંચી ગઈ છે. મે મહિનામાં સબ્સક્રાઈબર્સના આધારે જિઓએ એરટેલને પછાડી સેકન્ડ નંબરની કંપની બનવાની મજલ કાપી છે. આ જાણકારી ટ્રાઈ દ્વારા મળી છે. એશિયાની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ વર્ષ 2016માં ભારતના મોબાઈલ માર્કેટમાં એન્ટ્રી કરી હતી અને કંપનીએ સસ્તા ડેટા પ્લાન તથા અનલિમિટેડ ફ્રી કોલીંગ મારફત ટેલિકોમ સેક્ટરનો નક્શો બદલી નાંખ્યો છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયા(TRAI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે એપ્રિલ-મેના અંત સુધીમાં જિઓએ 8.2 લાખ નવા યૂઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા ય મહિનાના અંત સુધીમાં કંપનીના 323 મિલિયન વાયરલેસ ગ્રાહકો છે. આ લિસ્ટમાં વોડાફોન-આઈડીયા ટોપ પર છે. બન્ને કંપનીઓને ભેગી કરી બનેલી આ નવી કંપની પાસે કુલ 387.6 મિલિયન ગ્રાહકો છે. પાછલા મહિનાઓમાં ભારતી એરટેલે યૂઝર્સ ગૂમાવ્યા છે. જિઓ ઉપરાંત BSNLએ પણ નવા યૂઝર્સ જોડ્યા છે. પણ આ આંકડો માત્ર 24,276 સુધી જ સીમીત રહ્યો છે.
TRAIએ આંકડામાં એ પણ દર્શાવ્યું છે કે દેશમાં વાયરલેસ સબ્સક્રાઈબર્સની કુલ સંખ્યા ઘટીને 1,162.30 મિલિયનથી 1,161.86 મિલિયન થઈ છે. 31 મે સુધીમાં પ્રાઈવેટ ઓપરેટર્સના ટોટલ સેલ્યુલર સબ્સક્રાઈબર્સ 89.72 ટકા છે. જ્યારે સરકારી કંપનીઓ BSNL અને MTNLના ટોટલ માર્કેટ શેર 10.28 ટકા છે.
TARIનાં આંકડા પ્રમાણે વોડાફોન-આઈડીયાના માર્કેટ શેર 33.36 ટકા, જિઓના માર્કેટ શેર 27.80 ટકા અને એરટેલના 27.58 ટકા છે. જ્યારે BSNL અને MTNLના માર્કેટ શેર 9.98 અને 0.30 ટકા છે.