ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ વેસ્ટઈન્ડીઝ પ્રવાસથી લઈ સન્યાસ સુધીની અટકળો પર વિરામ મૂકી દીધો છે. 38 વર્ષના ધોનીએ બીસીસીઆઈને જાણકારી આફી છે કે તે હાલ બે મહિના સુધી ક્રિકેટ રમવા માટે સમય આપશે નહી અને હવે પછીના બ મહિના તેઓ પેરા મિલિટ્રી રેજિમેન્ટ સાથે રહેવા માંગ છે.
આના પરથી સ્પષ્ટ થયું છે કે ધોની વેસ્ટઈન્ડીઝ જઈ રહ્યો નથી. ટીમ ઈન્ડીયા ત્રીજી ઓગષ્ટે વેસ્ટઈન્ડીઝ જવાની છે. ભારત ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ રમવાની છે. ટીમની પસંદગી આવતીકાલે થવાની છે.
બીસીસીઆઈના અધિકારીએ મીડિયાને કહ્યું કે ધોનીએ કહ્યું છે કે તે વેસ્ટઈન્ડીઝ પ્રવાસે જશે નહીં. આગલા બે મહિના પેરા મિલેટ્રી રેજિમેન્ટ માટે ફાળવા માંગે છે. રવિવારે થઈ રહેલી પસંદગીકારોની મીટીંગ પહેલા ધોનીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. ધોનએ કેપ્ટન કોહલી અને એસએસકે પ્રસાદને પણ આ અંગે જાણ કરી દીધી છે.
સૂત્રોએ કહ્યું છે કે ધોની હાલ રિટાયરમેન્ટ અંગે વિચાર કરી રહ્યા નથી એવું તેમની વાત પરથી લાગે છે. એમએસકે પ્રસાદના પ્રમખપદ હેઠળ પસંદગી સમિતિ ભારતીય ટીમની પસંદગી કરવાની છે.
ધોની ક્રિકેટથી રિટારમેન્ટ લઈ રહ્યા નછી. પણ બે મહિના સુધી ક્રિકેટ રમશે નહીં. વર્લ્ડ કપ બાદ અટકળો હતી કે ધોની રિટારમેન્ટની જાહેરાત કરશે,
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને ક્રિકેટમાં મેળવેલી ઉપલબ્ધીઓના કારણે 2011માં પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. કપિલ દેવ પછી આ સન્માન મેળવનાર ધોની બીજો ખેલાડી છે. ધોનીને માનદ કમિશન આપવામાં આવ્યું અને તે યુવા આઈકોન છે. તે યુવાઓને આર્મી જોઈન કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ધોનીની પોતાની ઈચ્છા આર્મી જોઈન કરવાની હતી પણ તે ક્રિકેટર બની ગયો.