અમદાવાદ-દિલ્હી એર ઈન્ડીયા ફ્લાઈટ- (AI-018) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરવાના 10 મીનીટ બાદ પક્ષીના ટકરાવાના કારણે તાત્કાલિક લેન્ડીંગ કરવી પડી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફ્લાઈટમાં 97 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. વિમાનની સાથે પક્ષી ટકરાયું હતું જેના કારણે કેટલીક મીનીટોની અંદર જ વિમાનને પાછું બોલાવવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને વિમાનમાંથી સલામત ઉતારી લેવામાં આવ્યા હતા.
ફ્લાઈટે- (AI-018) અમદાવાદ અરપોર્ટથી નિર્ધારિત સમયે સવારે 7:10 મીનીટે ઉડાન ભરી હતી અને દિલ્હીના ઈન્દીરા ગાંધી એરપોર્ટ પર આઠ વાગ્યે પહોંચવાનુ હતું. પણ વિમાનમાં ટેક્નિકલી ખામી સર્જાઈ હતી અને ખામીના કારણે વિમાનને ફરી એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું.
એર ઈન્ડીયાએ મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટની સુવિધા નહીં કરી આપતા મુસાફરો ખાસ્સા અટવાયા હતા અને હાલાકી ભોગવી પડી હતી. કેટલાક મુસાફરોને દિલ્હીથી બીજી ફ્લાઈટ પકડવાની હતી પણ સમયસર દિલ્હી નહીં પહોંચતા તેઓ ફ્લાઈટ મીસ કરી ગયા હતા.