અમદાવાદ, સુરત અને
ગાંધીનગરમાં ટોરેન્ટ કંપની દ્વારા વીજળી આપવામાં આવે છે. એપ્રિલ 2017થી 18 એપ્રિલ 2019ના
બે વર્ષ દરમિયાન વીજ દરમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ
ફ્યુઅલ એડજસ્ટમેન્ટના નામે ચાર્જ લગાવીને ગ્રાહકો પાસેથી રૂપિયા 237.32 કરોડ ઉસેટી
લીધા છે.
આજે ગુજરાત વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસના પુંજાભાઈ વંશના
પ્રશ્નોના જવાબમાં ઉર્જા મંત્રીએ લેખીતમાં જણાવ્યું કે રાજ્યના તમામ પ્રકારના
ગ્રાહકોના વીજ દર નક્કી કરવાની બાબત વીજ નિયમન આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની છે.
તારીખ 31-5-2019 સુધીના છેલ્લા બે વર્ષમાં ટોરેન્ટ ખાનગી કંપની દ્વારા અમદાવાદ, સુરત અને
ગાંધીનગર શહેરમાં કોઈપણ કેટેગરીના વીજ ગ્રાહકો માટેના વીજ દરમા કોઈ વધારો કર્યો
નથી.
ધારાસભ્યના અન્ય પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતા મંત્રીએ
જણાવ્યું કે મે-2017થી જૂન-2019 દરમ્યાન ટોરેન્ટ ખાનગી કંપનીના ફ્યુઅલ એડજસ્ટમેન્ટ
ચાર્જ પેટે વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ ત્રિમાસિક ગાળા
દરમિયાન કરવામાં આવેલા વધારાની વિગતો આપેલી છે જે અનુસાર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ
પેટે ગ્રાહકો ઉપર એપ્રિલ-2017થી માર્ચ-2018 દરમિયાન રૂપિયા 134.25 કરોડ અને એપ્રિલ-2018થી
મે-2019 દરમિયાન 103.07 કરોડનો બોજ પડ્યો છે.
છે કોઈ રોકનાર? ટોરેન્ટની ઉઘાડી લૂંટ: ગાંધીનગર, અમદાવાદ, સુરતમાંથી એડજસ્ટમેન્ટ ચાર્જ પેટે 237.32 કરોડ ઉસેટી લીધા
![](https://samkaleen.com/wp-content/uploads/2019/07/1-96.jpg)