ઓગષ્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશીઝ સિરીઝ શરૂ થઈ રહી છે ત્યારે ICCએ નિયમમાં ફેરફાર કરવમાં આવ્યા છે. ખાસ કરીને સબસ્ટીટયૂટ ખેલાડીને લઈ આ ફેરફાર કરાયો છે.
નવા નિયમ પ્રમાણે મેદાન પર કોઈ ખેલાડી ઈજા પામે છે અને તેની જગ્યાએ નવો ખેલાડી(સબસ્ટીટયૂટ) આવે છે તો તે ખેલાડી બેટીંગ અને બોલીંગ બન્ને કરી શકશે. ICCએ આ અંગે ગુરુવારે જાણકારી આપી હતી. આ નિયમને ગર્વનિંગ બોડીની પ્લેઈંગ કન્ડીશન્સમાં સામેલ કરવામાં આવ્યો છે.
સબસ્ટીટયૂટ ખેલાડીને રેફરી દ્વારા સ્વીકારવામાં આવશે. વર્લ્ડ કપની મેચમાં દક્ષિણ આફ્રીકાના હાશીમ આમલા ઈજા પામ્યા હતા.ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના એલેક્સ કૈરી જોફ્રા આર્ચરની બોલ પર ઈજા પામ્યા હતા. આમલાએ મેદાન છોડી દીધું હતું જ્યારે ઈજા પામ્યા બાદ એલેક્સ કૈરીએ રમવાનું ચાલું રાખ્યું હતું. જ્યારે ભારતનો ખેલાડી શિખર ધવન પણ ઈજા પામ્યા હતો અને તેણે ચાર અઠવાડિયાના આરામ પર મોકલી આપવામાં આવ્યો હતો.