પાછલા કેટલાક વર્ષોમાં આટલો બધો બદલાઈ ગયો છે અંબાણી પરિવાર, જૂઓ ફોટોમાં…

આ ગુજરાતી બિઝનેસમેને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આ બિઝનેસમેન એટલે કે મુકેશ અંબાણી. અંબાણી પરિવારની દરેક ગતિવિધિ પર મીડિયાની નજર હોય છે. દરેકને અંબાણી પરિવાર સાથે જોડાવાનું ગમે છે. અંબાણી પરિવારે લાંબી મજલ કાપી છે. ધીરુભાઈ અંબાણીથી લઈ મુકેશ અંબાણી સુધી. અંબાણી પરિવારે માત્ર પ્રોફેશનલી જ નહીં પણ સામાજિક રીતે પણ પોતાને ઢાળ્યું છે. અંબાણી પરિવારના પાછલા કેટલાક વર્ષોના ફોટો અને હમણાના ફોટો જૂઓ…

મુકેશ અંબાણી

આટલા મોટાગજાના બિઝનેસમેન હોવા છતાં પણ મુકેશ અંબાણીમાં બિલ્કુલ પણ અહંકાર નથી. તેઓ ડાઉન ટૂ અર્થ રહે છે અને ગ્રાઉન્ડ લેવલ પર જોડાયેલા હોય છે. ફોટોમાં પણ મુકેશ અંબાણી સૌમ્ય અને મૃદુ હોવાની છાપ છોડી જાય છે. પાછલા કેટલાકવર્ષોમાં મુકેશ અંબાણીના લૂકમાં ફેરફાર આવ્યો છે અને તેમની પર્સનાલિટી વધુ ખીલી છે.

નીતા અંબાણી

મુકેશ અંબાણીના પત્ની મલ્ટી ટાસ્કર છે. પોતાની સ્ટાઈલ સેન્સ માટે તેઓ વધુ જાણીતા છે. દરેક સમયે નીતા અંબાણી વ્યસ્ત જોવા મળે છે. પણ તેઓ સ્ટાઈલિસ્ટ જરૂર છે. સ્ટાઈલમાં રહેવ માટે તેઓ ખાસ્સો શ્રમ પણ કરે છે. મોટા ભાગની ઈવેન્ટ્સમાં ડ્રેસ સેલેબ્સના લિસ્ટમાં નીતા અંબાણી સૌથી ટોચ પર હોય છે. લગ્ન હોય કે રેડ કાર્પેટ ઈનોગ્રેશન. નીતા અંબાણીની નોંધ ચોક્કસ લેવાય છે.

આકાશ અંબાણી

આકાશ અંબાણીના તાજેતરમાં જ લગ્ન થયા છે. 28 વર્ષના આકાશે પોતાનું વજન ખાસ્સું ઘટાડી નાંખ્યું છે. આકાશ હવે નવા અવતારમાં જોવા મળે છે. લગ્નમાં શ્લોકા મહેતા સાથે ડાન્સ કરતાં પણ જોવા મળ્યા હતા.

શ્લોકા મહેતા

શ્લોકા મહેતા ડાયમંડ ટાયકૂન રસેલ મહેતાના દિકરી છે. શ્લોકાએ નવ માર્ચ-2019માં આકાશ સાથે લગ્ન કર્યા. બ્રાઈડલ ઈવેન્ટમાં શ્લોકાએ બધાના મન મોહી લીધા હતા. ફોટો જોઈને લાગશે કે શ્લોકાના લૂકમાં જબરદસ્ત ફેરફાર થયો છે.

ઈશા અંબાણી

આકાશની જોડીયા બહેન ઈશા અંબાણીનું કેટલાક વર્ષો પહેલાં ખાસ્સું વજન હતું. પણ વેટ લોસ કર્યા બાદ ઈશામાં જબરદસ્ત ફેરફાર આવ્યો છે. ફોટોમાં ફેરફાર દેખાય છે. લગ્નનાં દરેક ડ્રેસમાં ઈશા ખલી ઉઠે છે.  

અનંત અંબાણી

અંબાણી પરિવારનો સૌથી નાનો મેમ્બર એટલે અનંત અંબાણી. કેટલાક વર્ષો પહેલા અનંત મોટાપાના કારણે ભારે ચર્ચામાં હતો પણ વેટ લોસ બાદ વધુ ચર્ચામાં આવી ગયો. આજે અનંત ચાર્મિગ લાગે છે. 178 કિલો વજન હતું તે ઘટાડીને 108 કિલો કર્યું.