હનીમૂન પર પત્ની સાથે જંગલિયાત, દારુ પીવડાવી મોંમાં ભરી દીધા કાંચ

હનીમૂન એટલે પતિ-પત્ની વચ્ચેના પ્રેમની અપ્રતિમ પળ, પણ યુપીમાં હનીમૂનને પતિએ જંગલિયાતમાં ફેરવી દીધું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. હનીમૂન પર પત્ની સાથે જંગલિયાતપણું દાખવીને તેને દારુ પીવડાવ્યું અને મોંમાં કાંચ નાંખવા સુધીની બર્બરતા કરવામાં આવી હતી. આ ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કૈદ થઈ જવા પામી છે. બનાવ યુપીના અલીગઢનો છે.

અલીગઢના દેહલી ગેટ પોલીસ સ્ટેશનમાં બનિયા પાડાની રહીશ યુવતીના લગ્ન નવ સપ્ટેમ્બરે એટાના ઋષભ સાથે ધામધૂમપૂર્વક થયા હતા. પણ થોડા સમય બાદ જ સાસરીયાઓ દ્વાર રંગ બદલી નાંખવામાં આવ્યા હતા.

પીડિતાની વાત પ્રમાણે પતિ દ્વારા જબરદસ્તી દારુ પીવડાવવામાં આવતો હતો. વિરોધ કરવામાં આવે તો માર મારતો હતો. દારુની બોતલ અને ગ્લાસના કાંચ પીડિતાના મોંમાં ઠુસી દેવામાં આવતા હતા. આના કારણે તે અનેક વખત ઈજા પામી હતી.

પીડિતાએ આરોપ મૂક્યો કે સાસરીયામાં મહિલાઓ અને પુરુષો દારુનું સેવન કરે છે. પતિ ઋષભે આઈપીએલના સટ્ટામાં 45 લાખ રૂપિયા પણ ગૂમાવ્યા હતા. હારેલા રૂપિયા લાવવા માટે ઋ।ભ પીડિતાને દબાણ કરતો હતો. આટલું જ નહીં પીડિતાને તમંચાની અણીએ અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાની ધમકી પણ આપતો હતો. આવા જ બદરાદા સાથે બેન-બનેવી સાથે હનીમૂનના બહાના હેઠળ દાર્જિલિંગ લઈ ગયો અને હોટલમાં જબરદસ્તીથી દારુ પીવા માટે મજબૂર કરવા લાગ્યો. જ્યારે પીડિતાએ વિરોધ કર્યોતો ઋષભ અને તેની બહેને તેને દારુ ભરેલો ગ્લાસ પીડિતાના મોઢા પર ફેંક્યો હતો. ગ્લાસ તૂટી ગયા બાદ ઋષભે કાંચના ટૂકડા તેના મોં માં ઠુસી દીધા હતા. પીડિતાએ બૂમાબૂમ કરી તો ઋષભે તેનું માથું રિસેપ્શનની દિવાલ સાથે અફળાવી દીધું અને માર માર્યો.

આ આખીય ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કૈદ થઈ જવા પામી છે. પીડિતાએ અલીગઢ પહોંચીને માતા-પિતાને સમગ્ર હકીકતની જાણ કરી અને ત્યાર બાદ દેહલી પોલીસ સ્ટેશનમા ફરીયાદ દાખલ કરી દીધી.