રાજ્યપાલ ઓપી કોહલીની ટર્મ પુરી થતાં પંદરમી જૂલાઈએ ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી હતી. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જો કે, ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ દ્વારા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતના શપથવિધિ સમારોહની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શપથવિધિ સમારોહ સોમવારે ૧૧:00 વાગ્યે રાજ ભવનમાં યોજાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં છે. તો બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પ્રૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે. હિમાચલના રાજ્યપાલ બનાવવા પર માનવામાં આવ્યું હતું કે, રામદેવ બાબાની ભલામણથી જ તેમને હિમાચલના રાજ્યપાલ બન્યા હતા. રામદેવ તેમને વિધાનસભા ઈલેક્શનમાં થાનેસરથી ટિકીટ અપાવવા માંગતા હતા.
ગઈકાલે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેથી વિદાય થઈ ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા.મીડિયા સાથે વાત કરતા આચાર્ય દેવવ્રતે કહ્યું કે ઝડપથી વિકસિત થઈ રહેલા ગુજરાતની સેવા કરવાની તક આપી છે. ગુજરાતના રાજભવનમાં જો મદિરાલય હશે તો યજ્ઞશાળા પણ બનાવવામાં આવશે. બેટી બચાવો, બેટી પઢાવો, નશાબંધી, પ્રાકૃતિક ખેતી, ગૌવંશ સંવર્ધન અને યુવાઓને નશાખોરીથી દુર રાખવાના અભિયાનની હિમાચલમાં તેમણે શરૂઆત કરી હતી. હિમાચલના રાજ્યપાલ તરીકે શાસક અને વિપક્ષ બન્નેનો સહયોગ મળ્યો હતો. હવે તેઓ ગુજરાતમાં કાર્યભાર સંભાળવાના છે.