માયાવતીના ભાઈ વિરુદ્વ આવકવેરા વિભાગનું મોટું ઓપરેશન, 400 કરોડની સંપત્તિ કરી જપ્ત

આવકવેરા વિભાગે બસપા સુપ્રીમો માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમની પત્ની વિરુદ્વ મોટું ઓપરેશન કર્યું છે. આઈટીએ 400 કરોડના કિંમતના મનાતા પ્લોટ જપ્ત કર્યા છે. આ પ્લોટ યુપીના નોઈડામાં આવેલા છે.

આ પહેલાં આવકવેરા વિભાગે આનંદ કુમાર સહિતના અનેક લોકોની બેનામી સંપત્તિ પર કાર્યવાહી કરી રેડ કરી હતી. આનંદ કુમારની એક ડરઝન કરતાં વધુ કંપનીઓ પર સર્ચની કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા આઈટીએ દિલ્હી અને એનસીઆરમાં આવેલી આંનદ કુમારની કંપનીઓને પર રેડ કરી હતી.