એજાઝ ખાનની ધરપકડ, આ વખતે ટીકટોક પર મોબ લીંચીગનો વીડિયો પોસ્ટ કરવાનું પડ્યું ભારે

બોલીવુડના અભિનેતા અને બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની વિવાદાસ્પદ ટીક ટોક વીડિયો અપલોડ કરવા બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર અભિનેતાનો વિડિયો કોમ્યુનલ હતો અને ચોક્કસ સમુદાય સામે હિંસાને ધમકી આપતો હતો. ઉત્તરાખંડમાં તબરેઝ અન્સારીની મોબ લીંચીંગમાં હત્યા કરવામાં આવી તેના અનુસંધાને હતો. મુંબઈ પોલસે ફરીયાદ દાખલ કરી ગુનો નોંધ્યો હતો.

અગાઉ, સાયબર ક્રાઇમ સેલને એજાઝ ખાન દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા અંગેની ફરિયાદ મળી હતી. પોલીસ તપાસમાં વીડિયો વાંધાજનક લાગ્યો કારણ કે તે ધર્મના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતો હતો અને તે લોકોમાં મોટા પ્રમાણમાં ધિક્કાર પણ પેદા કરે તેવા પ્રકારનો હોવાનું તારણ પોલીસે આપ્યું હતું.

બુધવાર, 18 જુલાઇ, અભિનેતા સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને યોગ્ય પૂછપરછ પછી તેને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જોકે, એજાઝ ખાનની પહેલી વાર ધરપકડ કરવામાં આવી નથી. ગયા વર્ષે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તે કુલ 2.3 ગ્રામ કુલ 8 ગોળીઓ લઈ રહ્યો હતો. પોલીસે તેના બે મોબાઈલ ફોન અને રોકડ રકમ રૂ. 2.2 લાખ પણ કબજે કર્યા હતા. મુંબઇ પ્રતિબંધિત નાર્કોટિક પદાર્થ (8-એક્સ્ટસી ટેબ્લેટ્સ) ને કબજામાં મુંબઇ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા અભિનેતા અજાઝ ખાનને બેલાપુરની હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 2016માં મહિલાને  અશ્લીલ સંદેશાઓ અને વિડિયોઝ મોકલવા બદલ એજાઝને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

સુપરસ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં પ્રવેશ્યા પછી એજાઝનું નામ ધરેધર લોકપ્રિય બન્યું હતું. ત્યાર બાદ તેણે ખતરો કે ખિલાડી શોમાં ભાગ લીધો હતો.  

એજાઝ ખાને લકીર કા ફકીર અને લવ ડે જેવી બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કોમેડી નાઈટ બચાવો, કૉમેડી નાઈટસ વિથ કપિલ અને બોક્સ ક્રિકેટ લીગ જેવા ટીવી શોમાં પણ તે જોવા મળ્યો હતો.