ભાજપમાં જોડાતા અલ્પેશ ઠાકોરના સૂર બદલાયા, જાણો શું કહ્યું PM મોદી અને અમિત શાહ માટે?

ભાજપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના સૂર બદલાયા હતા. એક વખત વડાપ્રધાન મોદીને મશરૂમ ખાઈ-ખાઈને ગોરા થયા હોવાનું કહેનારા અલ્પેશ ઠાકોરે પીએમ મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની પ્રશંસા કરવામાં કોઈ કચાશ બાકી રાખી ન હતી.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમગ્ર દેશના તમામ લોકો જે નેતૃત્વ પર ભરોસો કરે છે, જેના પર વિશ્વાસ અને શ્રદ્વા છે. જે નેતૃત્વ ગુજરાત અને દેશને નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે, તેવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વથી પ્રભાવિત અને વાકેફ છે.

તેમણે કહ્યું કે શા માટે રાજીનામું આપ્યું તેનાથી સૌ માહિતગાર છો. ધણા બધા સવાલોના જવાબ આફી ચૂક્યો છું. ક્યા કારણોસર આ સ્થિતિનું નિર્માણ થયું તેનાથી બધા વાકેફ છે.

તેમણે કહ્યું કે વિચારધારાની વાત કરવામાં આવે છે તો ગરીબોને સાથે લઈને ચાલવાની વિચારધારા અને તેમના માટે કંઈ કરવાની ખેવનાની ઉણપ કોંગ્રેસ પાર્ટીમાં મહેસુસ કરી. જે રીતે જૂથબંધી હોય પણ સાગર માલા હોય કે બીજા કેટલાય કાર્યક્રમ હોય તે કાર્યક્રમોમાં લોકોને મૂર્ખ કેવી રીતે બનાવાય તેનો તાજનો સાક્ષી બન્યો છે.

અલ્પેશે પત્રકારોને કહ્યું કે રાજનીતિનો મૂળ ધર્મ લોકો દ્વારા, લોકો માટે ચાલતી હોય છે. જે ગરીબો છે તેમના માટે કંઈ કરવું છે, શિક્ષણ, રોજગાર તરફ આગળ લઈ જવા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપ તમામ લોકોને આ ગુજરાતની ધરતી પર આવકારે છે. રોજગારી માટે આવે છે ત્યારે સરકારની જવાદારી છે. જે ઘટનાઓ બની હતી તે અંગે સરકારે આ બધું જોવાનું હોય છે. જીતુ વાધાણીએ આ વાત હિન્દી ભાષીઓ પર થયેલા હુમલાના અનુસંધાને કરી હતી અને તેનો આ રીતે જવાબ આપ્યો હતો.