ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટિ(ગુજરેરા) દ્વારા ત્રણ મહિનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં રેરાએ સુરતના કુલ 34 બિલ્ડરોને ડિફોલ્ટર જાહેર કર્યા છે. ક્વાર્ટલી રિપોર્ટ સબમીટ નહીં કરાવનાર બિલ્ડરો પર રેરાની ગાજ પડી છે. રેરા દ્વારા આવી રીતે પ્રથમ વખત જ ડિફોલ્ટર બિલ્ડોરોની યાદી જાહેર કરવામાં આવતા બિલ્ડર લોબીમાં સાણસામાં આવી ગઈ છે. સુરતના રાજહંસ ગ્રુપ સહિત અનેક નામો રેરાના ડિફોલ્ટરના લિસ્ટમાં જોવા મળી રહ્યા છે.
રેરા દ્વારા કરવામા આવેલી ડિફોલ્ટરની કાર્યવાહીમાં સુરતના નામાંકિત બિલ્ડરો અને ડેવલોપર્સનો સમાવેશ થયો છે. આખાય રાજ્યમાં અંદાજે 250 જેટલા બિલ્ડરોને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સુરતના બિલ્ડરોની વાત કરીએ તો 100 કરોડ કરતાં વધુની રકમના ડિફોલ્ટરમાં ત્રણ અને 50થી 100 કરોડની રકમના ડિફોલ્ટરમાં ત્રણ નામો છે જ્યારે 50 કરોડના ડિફોલ્ટરમાં કુલ 28 નામો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ સમગ્ર રાજ્યની તમામે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ રેરામાં રજિસ્ટ્રેશન વખતે જે માહિતિ દર્શાવી હતી તેની પૂર્તતા કરવા માટે તક આપવામાં આવી હતી તેમ છતાં પણ કેટલીક કંપનીઓ દ્વારા તે કામગીરી પુરી કરી કરવામાં આવી ન હતી. આના કારણે રેરા સુરત સહિત આખાય રાજ્યના પ્રોજેક્ટ્સને ડિફોલ્ટરની યાદીમાં મુકી દેવામાં આવ્યા છે.
માહિતી મુજબ મકાન કે ફ્લેટ ખરીદનારના હિતમાં પાંચ પ્રકારના ફોર્મ ભરવાના હોય છે જેમાં આર્કિટેક્ચર ફોર્મ, એન્જિનિયર સર્ટિફિકેટ, સી.એ.સર્ટિફિકેટ, આર્કિટેક્ટનું કમ્પ્લીશન સર્ટિફિકેટ, એન્યુઅલ રિટર્ન જમા કરાવવાના હોય છે પરંતુ આ દસ્તાવેજો જમા નહી કરાવનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ તેમજ તેમના પ્રોજેક્ટ ડિફોલ્ટર કહેવાય છે. આ પ્રોજેક્ટોને હવે રેરા દ્વારા દંડ ફટકારવામાં આવે તેવી સંભવાના છે.
રેરા દ્વારા ડિફોસ્ટ જાહેર કરાયેલા સુરતના બિલ્ડર અને ડેવલોપર્સ
100 કરોડ કરતાં વધુની રકમના ડિફોલ્ટરનું લિસ્ટ
- રાજહંસ રોયલટોન- રાજહંસ ઈન્ફ્રાકોન
- રાજહંસ ગ્રાન્ડેઝા- રાજહંસ ઈન્ફ્રાકોન
- કોકોનટ-શિલ્પરાજ ડેવોલપર્સ
50-100 કરોડ વચ્ચેના ડિફોલ્ટર
ધ પોલારીસ ટેક્સટાઈલ સિટી-પવન ઈન્ફ્રા હોમ્સ
સિદ્વિ વિનાયક ગ્રીન- રાજૂભાઈ રવજીભાઈ દેસાઈ
બ્લોક નંબર-9/1- વિપુલભાઈ
50 કરોડના ડિફોલ્ટર
- રાજહંસ ઈમ્પીરીયા- ક્રોસવે ડેવલોપર્સ
- એટલાન્ટા બિઝનેસ હબ- શ્રી ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝ
- રાધિકા રેસિડન્સી એન્ડ પોઈન્ટ-રાધિકા કોર્પોરેશન
- યોગી હાઈટ્સ- યોગી કોર્પોરેશન
- અનુપમ હાઈટ્સ-અનુપમ ડેવલોપર્સ
- ધ પોલારીસ ટેક્સટાઈલ માર્કેટ- દિલીપ કુમાર બી.ભગત
- રાધિકા હોમ્સ- રાધિકા કન્સ્ટ્રક્શન
- સ્કાય રાઈઝ- ગુરુકૃપા એન્ટરપ્રાઈઝ
- સિલ્વર બિઝનેસ હબ- વિજયશ્રી ઈન્ફ્રા
- શ્રી હરી પેલેસ-શ્રી હરી ડેવલોપર્સ
- કલબ 100 એમ્પાયર-કલબ 100 ટ્રેડ કોર્પોરેશન
- પ્રમુખ યોગ સબ-પ્લોટ-1 અક્ષર કોર્પોરેશન
- ઋષિકેષ એન્કલેવ- લક્ષ્મી ડેવલોપર્સ
- હરીકૃષ્ણ ટાઉનશીપ-હરી કૃષ્ણ ડેવલોપર્સ
- વૈકુંઠ રેસિડન્સી-શ્રી સહજાનંદ ડેવલોપર્સ, વલસાડ
- ઓબેરોન-ધ બિઝનેસ હબ- શ્રી ઓમકારા એન્ટરપ્રાઈઝ
- સિદ્વિવિનાયક રેસિડેન્સી- મેહુલ લાલભાઈ લાખાણી- હિરપાલ કોર્પોરેશન
- યુનાઈટેડ બિઝનેસ હબ-ખોડલ ડેવલોપર્સ
- વિયોન પ્લાઝા-ફ્રેન્ડ્ઝ ડેવલોપર્સ
- શિવધારા રેસિડન્સી- હરેશ ગોંડલીયા
- શિવભક્તિ રેસિડન્સી- યશ કોર્પોરેશન
- શિવ ધારેશ્વર રેસિડન્સી- ભક્તિ ડેવલોપર્સ
- ગોવર્ધન સ્કવેર-અનંત કોર્પોરેશન
- ઈશ્વર પ્લાઝા- નીતિન
- શિવ રેસિડન્સી- યશ ડેવલોપર્સ
- શિવ ભક્તિ રેસિડન્સી- યશ કોર્પોરેશન
- શિવપૂજા રેસિડન્સી- યશ ડેવલોપર્સ
- શિવભક્તિ રેસિડન્સી- યશ કોર્પોરેશન