મહિલાએ પોતાના જ ભાઈના બાળકને આપ્યો જન્મ, આવું વિચિત્ર હતું કારણ

મહિલાએ પોતાના જ ભાઈના બાળકને જન્મ આપવાની સનસનાટીપૂર્ણ ઘટના બની છે. આની પાછળનું કારણ ભાઈની ગે-રિલેશનશીપમાં હોવાનું અને અજાણી મહિલા પર ભરોસો નહીં મૂકવાનું કારણ હતું. મહિલાએ ભાઈના ગે-પાર્ટનરના સ્પર્મથી બાળકને જન્મ આપ્યો હતો.

બ્રિટનના કુમ્બ્રિયામાં રહેતી 27 વર્ષીય મહિલા ચેપેલ કૂપરે સરોગેટ મધરના રૂપે બાળકને જન્મ આપ્યો છે. ફર્ટીલાઈઝેશન માટે કૂપરના એગ સેલ અને તેના ભાઈના પાર્ટનરના સ્પર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કૂપરે સરોગેટ મધર બનવા પાછળનું કારણ તેનો ભાઈ સ્કોટ સ્ટીફેસન અને તેના પાર્ટનર માઈકલ સ્મીથ હવે પ્રાઉડ પેરેન્ટ્સ બની ગયા છે.  કૂપરે બાળકીને જન્મ આપ્યો હત. ભાઈના બાળકને જન્મ આપવાનું કારણે હવે કૂપર તેની બાયોલોજિકલ માતા અને આન્ટી પણ બની છે.

ચેપેલ કૂપર પહેલાંથી જ એક બાળકીની માતા છે. જ્યારે તેને સરોગસી અને એડોપ્શન પર થનારા ખર્ચ અંગે જાણ્યું તો તેણે બાયોલોજિકલ માતા બનવા માટે તૈયારી દર્શાવી હતી.

કૂપરના ભાઈ અને તેના પાર્ટનરે ફેસબૂક પર લખેલી પોસ્ટમાં બહેનની પ્રશંસા કરી અને તેને સુપર હ્યુમન બતાવી. કૂપરની ક્ષમતા, લાગણી અને ગૂડ હાર્ટના કારણે અમને અનેક ખુશીઓ મળી છે.