‘શ્રીદેવી બંગલા’ પછી પ્રિયા દેખાશે આ ક્રાઈમ બેઝ ફિલ્મમાં, જાણો ફિલ્મનું નામ

દક્ષિણ ભારતની ફિલ્મોની અભિનેત્રી અને વિંક ગર્લ તરીકે પ્રખ્યાત થયેલી પ્રિયા પ્રકાશ વોરિયર આજકાલ હિન્દી ફિલ્મ શ્રીદેવી બંગલાની શૂટીંગમાં વ્યસ્ત છે. પ્રિયાને બોલિવૂડની વધુ એક ફિલ્મની ઓફર મળી છે અને આ ફિલ્મ તેણે સ્વીકારી છે. આ ઓફરથી પ્રિયા ખાસ્સી ઉત્સાહિત છે. પ્રિયા વધુમાં વધુ હિન્દી ફિલ્મો કરવા માંગે છે. તે કહે છે કે હિન્દી ફિલ્મોમા કામ કરીને તે અભિનયને વધુ સુધારવા માંગે છે.
શ્રીદેવી બંગલા ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી પ્રિયાનું કહ્યું છે કે હાલમાં લવ હેકર્સ નામની ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ સાયબર ક્રાઈમ પર આધારિત છે. સારા ઓફર મળશે તો નિશંકપણે કામ કરવાનું ગમશે.
ડિરેક્ટર પ્રશાંત મેમ્બુલની શ્રીદેવી બંગલા એટલા માટે વિવાદમાં આવી હતી કે શ્રીદેવીના પતિ બોની કપૂરે ફિલ્મના નિર્માતા-નિર્દેશકને નોટીસ મોકલી હતી. ફિલ્મના ટાઈટલ તથા બાથટબમાં શ્રીદેવીના નિધનના સમયની ઘટનાની જેમ જ ટ્રેલરમાં જોવા મળ્યું હતું. આ વાતને લઈ બોની કપૂરે નોટીસ મોકલી હતી. શ્રીદેવીનું નિધન ફેબ્રુઆરી-2018માં દુબઈમાં થયું હતું.
શ્રીદેવી બંગલમાં અરબાઝ ખાન પણ છે અને આ ફિલ્મ આ વર્ષના અંતે રિલીઝ થશે. જ્યારે પ્રિયાની બીજી ફિલ્મ લવ હેકર્સના ડિરેક્ટર મયંક શ્રીવાસ્તવ છે અને તેનું શૂટીંગ લખનૌ, દિલ્લી, ગુરગાંવ અને મુંબઈમાં થશે.