સુરત મેટ્રોલ રેલ પ્રોજેકટનો ધમધમાટ: ખજોદથી કાદરશાની નાળ સુધીના 10 સ્ટેશનનો સરવે

રૂપિયા 12000 કરોડના ખર્ચે તૈયાર થનારા સુરત મેટ્રો રેલ પ્રોજેકટના સરવેની કામગીરી શરૂ કરવામાં આવી.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ 10 સ્થળોની મુલાકાત લીધી જ્યાં મેટ્રો રેલ સ્ટેશન બનવાના છે. સુરત ગુજરાતનું બીજું શહેર છે જ્યાં મેટ્રો રેલ સેવા શરૂ થશે.2020માં પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થાય તેવી શકયતા છે.

અમદાવાદ બાદ ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો ટ્રેન શરુ કરવા માટેની મહત્વપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે સુરત મેટ્રો પ્રોજેક્ટને બહાલી આપી દીધી છે. શહેરમાં કુલ 40.35કિલોમીટરના રુટ પર રુ. 10,829ના ખર્ચે મેટ્રો બનશે, જેમાં 6.47 કિમીનો રુટ અંડરગ્રાઉન્ડ હશે.

હાલની સ્થિતિમાં ત્રણેક લાખ સુરતીઓ રોજ મેટ્રોનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. મેટ્રોના સમગ્ર રુટમાં 38 સ્ટેશન હશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાંચ એલિવેટેડ સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહી છે. પીપીપી ધોરણે 111.88 કરોડના ખર્ચે આ સ્ટેશનો બનાવાશે.

ગુજરાત સરકારે હકારાત્મક અભિગમ અપનાવીને રિવ્યુ બેઠક શરૃ કરી દીધી છે. મેટ્રો રેલ માટે આજે સુરતમાં રિવ્યુ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કારદશાની નાળથી ડ્રીમ સિટી-ખજોદ સુધીના 10 એલીવેટેડ મેટ્રો સ્ટેશનને પ્રાયોરીટી આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ઝડપી થાય તે માટે સુરતમાં ગાંધીનગરની ટીમ સાથે અઠવાડિક બેઠક કરવા ઉપરાંત કાયમી સ્ટાફની ભરતીનો પણ નિર્ણય કરવામા આવ્યો છે.

સુરતમાં મેટ્રો રેલની જાહેરાત કર્યા બાદ હવે  કામગીરી ઝડપી બને તે માટે કવાયત શરૃ થઈ ગઈ છે. મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત કંપનીના એમ.ડી. એવા સુરત મ્યુનિ. કમિશ્નર એમ. થેન્નારાશનની અધ્યક્ષતામાં સુરત મ્યુનિ.માં આજે ગુજરાત મેટ્રો રેલના કંપનીના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. મેટ્રો રેલના અધિકારીઓ અને ટેકનીકલ કન્સલ્ટન્ટ સ્ટાઈરાની ટીમ સાથે મેટ્રો સ્ટેશનની કામગીરી માટે સંકલનની બેઠક થઈ હતી.

સ્ટાઈરા દ્વારા 10 એલીવેટેડ સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરાશે, તેમાં પાણી, ડ્રેનેજ કે વીજ લાઈન નડતરરૂપ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. આ માટે સીઈ સ્પેશ્યલ સેલની ટીમ તથા ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ સાથે સંકલન થશે. મેટ્રો રેલની કામગીરી ઝડપી થાય તે માટે સુરતમાં કાયમી સ્ટાફની નિમણુંક કરવા સાથે ગાંધીનગર મેટ્રોની ટીમ સુરત આવીને 2 અઠવાડિયે એક બેઠક કરશે.

સુરત મેટ્રો રેલની કામગીરી ઝડપી થાય અને તેમાં નડતી સમસ્યાનો અંત આવે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના 10 એલીવેટેડ સ્ટેશનને પ્રાયોરીટી પણ આપવામા આવસે. આજની રિવ્યુ બેઠક બાદ ગાંધીનગરની ટીમ અને સુરતના અધિકારીઓ કારશાની નાળથી ડ્રીમ સીટી સુધી જે 10 એલીવેટેડ સ્ટેશન સુચિત કરવામા આવ્યા છે તે સ્થળની મુલાકાત કરશે અને સ્થિતિનો તાગ મેળવશે.