ઈન્ટરનેશલ કોર્ટમાં ભારતની મોટી જીત, કુલભૂષણ જાદવની ફાંસી પર રોક, પાકિસ્તાનને જોરદાર લપડાક

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ) ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા મામલે પોતાનો ચૂકદો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસ કુલભૂષણ જાદવની ફાંસી પર રોક લગાવી દીધી છે. ભારતની આ મોટામાં મોટી જીત છે. આઈસીજેમાં ભારતની આ જીતને લઈ પાકિસ્તાને ફરી એક વાર મોટી લપડાક પડી છે. તમામ 15 જજની પેનલે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. કુલ 16માંથી 15 જસ્ટીસે ભારતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેનાના રિટાયર અધિકારી કુલભૂષણ જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો હતો કે પાકિસ્તાની સુરક્ષા બળોએ 3 માર્ચ 2016ના રોજ જાસૂસી અને આતંકવાદના આરોપમાં બલુચિસ્તાનથી ધરપકડ કરી હતી. ત્યારબાદ જાધવને મોતની સજા સંભળાવી હતી. જો કે ભારત પાકિસ્તાનના દાવાને ધડમૂળથી નકાર્યો હતો.
ભારતે દલીલ કરી હતી કે કુલભૂષણ જાધવ રિટાયરમેન્ટ લઇ ચૂકયા હતા. તેઓ બિઝનેસના સિલસિલામાં ઇરાન ગયા હતા. જ્યાં તેમની પાકિસ્તાનની ગુપ્તચર અધિકારીઓએ પકડી લીધા હતા. ભારતે પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જાધવને ફાંસી સજા સંભળાવાની વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવના ફાંસી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ભારતીય સમય પ્રમાણે નેધરલૅન્ડ્સની રાજધાની હૅગ ખાતે આઈસીજેના જજ અબ્દુલકાવી અહમદ યૂસુફ દ્વારા ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા છ વાગ્યે ચુકાદો સંભળાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણય પર આખા દેશની નજર મંડાયેલી હતી. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી.
નેધરલેન્ડ સ્થિત ધ હેગ પીસ પેલેસમાં સોમાલિયાના વતની મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફ સહિતની 15 સભ્યોની જસ્ટીસની પેનલે ચૂકાદો આપ્યો હતો. આ ચર્ચિત કેસના ચુકાદાના પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યૂસુફની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિક દલીલો સાંભળીને ચુકાદો 21મી ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.