કરિશ્મા કુદરત કા: વડોદરામાં મહિલાએ આપ્યા એક સાથે ચાર બાળકોને જન્મ, ત્રણ છોકરા અને એક છોકરી

કુદરત કોઈના પર વરસી પડે છે તો કુપાનો વરસાદ થાય છે. વડોદરાની હોસ્પિટલમાં મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા અને સગાઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

વડોદરામાં આવેલી રૂકમણી બાઈ હોસ્પિટલમા રૂખસારબાનો ગુફરાન મામખાં નામની મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. ચાર બાળકોમાં ત્રણ છોકરા અને એક છોકરી છે. માતા અને તમામ બાળકો તંદુરસ્ત છે. ડિલીવરી પણ નોર્મલ થઈ હતી. દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. રૂખસારનો પતિ વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા મોટી વ્હોરવાડમાં રહે છે અને કાપડની દુકાન ધરાવે છે.

રૂખસારના પતિ ગુફરાને કહ્યું કે બાળકોને જોવા માટે લોકોનો ધસારો થઈ રહ્યો છે. અલ્લાહનો કરમ છે. બધા બાળકો અને માતા સારા છે. જ્યારે ચાર બાળકોની જનેતા રૂખસારે મીડિયાને કહ્યું કે ચાર બાળકો થયા છે. ત્રણ છોકરા અને એક છોકરી થઈ છે. બહુ જ ખુશી છે.