વિવાદાસ્પદ ફિલ્મ શ્રીદેવી બંગલો: પ્રિયા પ્રકાશે ફિલ્મ અને શ્રીદેવી વિશે કરી આ મોટી વાત

પ્રિયા પ્રકાશ વોરિયર શ્રીદેવી બંગલો સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં અભિનેતા અરબાઝ ખાન સાથે જોડાય છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી, ફિલ્મને અનેક વિવાદો ચાલી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી પણ વિવાદો પર આધારિત છે અટેલે વિવાદ તો થવાના જ છે.

સૌ પ્રથમ ફિલ્મ સાથે સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીનું નામ તેના ટાઈટલમાં છે અને ત્યારબાદ, બાથટબમાં ડૂબતી પ્રિયાને દર્શાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં શ્રીદેવીના પતિ બોની કપૂરે શ્રીદેવી બંગલોના નિર્માતાઓને કાયદાકીય નોટિસ મોકલી હતી. પરંતુ મુંબઈમાં ફિલ્મનું સતત શૂટીંગ ચાલી રહ્યું છે.

ફિલ્મમાં પ્રિયા પ્રકાશ શ્રીદેવીનું મુખ્ય પાત્ર ભજવે છે. પ્રિયાએ ફિલ્મના અનુસંધાનમાં મીડિયા સાથે વાતચીત કરી હતી.

મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ વાયરલ ‘વિંક’ સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્રિયાએ કહ્યું હતું કે તે વિવાદો અંગે ચિંતા કરતી નથી કારણ કે ફિલ્મ તો બનશે જ. પ્રિયાએ ઉમેર્યું હતું કે એક અભિનેત્રી તરીકે અભિનય કરવાની તેની ફરજ છે અને જો વિવાદ હોય તો, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સે બધું ધ્યાન રાખવાનું હોય છે.

પ્રિયાએ કહ્યું કે “વિવાદો એ તો દિગ્દર્શક અને નિર્માતાની ચિંતા છે. હું ફક્ત એક પાત્રને રજૂ કરું છું જે અંગે તેમણે મને સાઈ કરી છે. હા,પણ ફિલ્મ થકી કોઈની પણ અંગત લાગણીને દુભાવવાનો જરાય આશય નથી.

જૂઓ શ્રીદેવી બંગલા ફિલ્મનું ટ્રેલર

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું બોલિવૂડની પ્રથમ ફિલ્મથી જ વિવાદોમાં છે તો એનાંથી ફરક પડી રહ્યો છે, ત્યારે પ્રિયાએ કહ્યું કે તે પોતે શ્રીદેવીની ચાહક છે. તેણીએ ઉમેર્યું હતું કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેની કારકીર્દિની શરૂઆત કરી ત્યારથી, તે પોતાની જાતને નકારાત્મકતા સાથે ઘેરાવવા માંગતી નથી. “મને નથી લાગતું કે મારે કોઈ પણ નકારાત્મકતાને મારા મગજ પર અસર કરવા દેવી જોઈએ. હું હમણાં કરિયર શરૂ કરી રહી છું અને હું શ્રીદેવીની ખૂબ મોટી ચાહક છું. કોઈની વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુપૂર્ણ એજન્ડા નથી. વિવાદો તો થવાના છે અને એ ચાલતા જ રહેશે.

શ્રીદેવી બંગલોના ટ્રેલર પરથી લાગે છે કે પ્રિયા ટાઈટલ રોલમાં છે. અને તે એક પોપ્યુલર અભિનેત્રીનું પાત્ર ભજવી રહી છે. અફવા ચાલી રહી છે કે આ ફિલ્મ શ્રીદેવીની રીઅલ લાઈફ પર આધારિત છે.આ અંગે પ્રિયાએ કહ્યું કે આ મામલો દર્શકો પર છોડી દેવો જોઈએ.