27 વર્ષની ઈશા અંબાણીએ મહિલા સશક્તિકરણ માટે જોયું આ સ્વપ્ન, જાણો વધુ…

ગુજરાતીમાં કહેવત છે કે ઝાડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, પણ અંબાણી પરિવારની દિકરીએ આ કહેવતને બદલી નાંખી છે. મા તેવી બેટી. હા, વાત છે નીતા અંબાણી અને તેમની દિકરી ઈશા અંબાણીની.

સોમવારે જિયોની મીટીંગ હતી. આ મીટીંગમાં ઈશા અંબાણીએ જિયો મારફત મહિલાઓને ડિજીટલી સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. જિયો જનરેશન ગેપને દુર કરવા માટે GSMA સાથે મહિલાઓને કનેક્ટ કરી વુમન ઈનિશિયેટીવ સાથે જિયો પહેલ કરશે. જિયો મહિલાઓને મોબાઇલ ઇન્ટરનેટ અને મોબાઇલ મની સેવાઓનો ઉપયોગ કરવામાં થતી મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ મદદ કરશે

ડિજીટલ પ્લેટફોર્મ અંગે વાત કરતા  રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું “છેલ્લાં દાયકામાં મોબાઇલ અને ઇન્ટરનેટ ટેક્નોલોજીઓની ઝડપી વૃદ્ધિથી મહિલાઓને સશક્ત બનાવવા અને ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને શૈક્ષણિક શૈલીને સરળ બનાવવા સહિત  જીવનમાં સામેલ સેવાઓ અને રોજગારીની તકો પૂરી પાડવાની સાથે સાથે જીવનમાં પરિવર્તન લાવવાની અકલ્પનીય તક મળી રહી છે.”

ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો ફોનનો ખર્ચ 501 રૂપિયા છે. જિયો ફોન દ્વારા  વપરાશકર્તાઓને પ્રથમ વખત મોબાઈલ સાથે જોડાવાનો અવસર મળ્યો અને સરકારની યોજનાઓ સાથે જોડાવાનો પણ તક મળી હતી. દેશમાં લાખો મહિલાઓને ડિજિટલ રૂપે સશક્તિકરણ કરવાની પહેલ થઈ હતી. મહિલાઓને આર્થિક ફાયદા થયા છે પણ જેન્ડર ગેપના કારણે મહિલાઓને જોઈએ તેવો વિકાસ થયો નથી.

સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી 27 વર્ષીય ઈશા અંબાણીએ પિતા મુકેશ અંબાણી વતી આખા પ્રોગ્રામને કવર કર્યો હતો. 2008માં ઈશાને ફોર્બ્સની યાદીમાં ‘યંગેસ્ટ બિલિયોનેર હિઅરિસ’ની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.