માસ કોપીનું સૌથી મોટું કૌભાંડ: 959 વિદ્યાર્થીઓએ આપ્યા એક સરખા જવાબ, રિઝલ્ટ અટકાવાયા

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન(GSHSEB) દ્વારા માસ કોપીનો અત્યાર સુધીનો મોટું બખડજંતર પકડી પાડ્યું છે. આ માસ કોપી 12મા ધોરણની પરક્ષીમાં થઈ છે. પરીક્ષા આપનારા 959 વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હતી. GSHSEBના ઈતિહાસનાં આ સૌથી મોટો મામલો છે. 959 વિદ્યાર્થીઓએ એક સરખા જવાબ આપ્યા છે. સાથે જ તેમના જવાબ આપવાના ક્રમ પર એક સરખા જ જણાઈ આવ્યા છે. જ્યારે બધાએ એક સરખી ભૂલ પણ કરી છે. ગુજરાત બોર્ડે આ તમામ વિદ્યાર્થીઓને રિઝલ્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

માસ કોપીનો મામલો બહાર આવતાં જ ગુજરાત બોર્ડ દ્વારા 2020 સુધી 959 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે. જે વિષયોમાં કથિત રીતે માસ કોપીના વાત સામે આવી રહી છે તેમાં 959 વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવ્યા છે. બોર્ડને આ અંગે અનેક ફરીયાદો મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જે સેન્ટરો પર ફરીયાદ આવી હતી તેમાં તપાસ કરી હતી. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથમાં ફરીયાદો આવી હતી.

GSHSEBના અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે બોર્ડ દ્વારા અમરાપુર(ગીર-સોમનાથ), વિસાનવેલ(જૂનાગઢ) તથા પ્રાચી-પિપલા(ગીર-સોમનાથ)માં 12ની પરીક્ષા જ રદ્દ કરી દેવાની વિચારણા કરી રહ્યું છે. માસ કોપીની ફરીયાદ બાદ એક્ઝામ રિફોર્મ્સ કમિટી સમક્ષ વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે કેટલાક વિદ્યાર્થીઓએ કબૂલાત કરી છે તે પરીક્ષા કેન્દ્રો પર શિક્ષકોએ તેમને ઉત્તર લખાવ્યા હતા. જે સેન્ટરો પર માસ કોપીનો મામલો સામે આવ્યો છે તેમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદના વિદ્યાર્થીઓએ બહારથી પરીક્ષા આપવા માટે એનરોલમેન્ટ કરાવ્યું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના રિપોર્ટ પ્રમાણે અનેક વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાંથી બહારથી પરીક્ષા આપી હતી અને તે માટે વાર્ષિક 35 હજારની ફી પણ ચૂકવી હતી. વિદ્યાર્થીઓએ માત્ર બે અઠવાડિયા સુધી જ ક્લાસમાં હાજરી આપી હતી અને તેમ છતાં તેમને રેગ્યુલ વિદ્યાર્થી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.