મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશયી, 12 લોકોના મોત

મુંબઈના ડોંગરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે. તાર માળની ઈમારત ધરાશયી થતાં 50 લોકો દબાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ કામગીરી કરવામા આવી રહી છે. ડોંગરીમાં આવેલી કૌસર બાગ બિલ્ડીંગ તૂટી પડી હતી અને તેમાં લોકો ફસાયા હતા. સત્તાવાર રીતે 12 લોકોના માર્યા ગયાની પૃષ્ટિ કરવામાં આવી છે.

ફાયર ઉપરાંત એમ્બ્યુલન્સને ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. બીએમસીના અધિકીરએ જણાવ્યું કે હાલ કોઈ ચોક્ક્સ જાણકારી નથી. કાટમાળામાં ફસાયેલા લોકેને બહાર કાઢવાની પ્રાથમિકતા છે. બિલ્ડીંગ ક્યા કારણોસર પડી ગઈ તે જાણા શકાયું નથી.

ડોંગરીમાં આવેલી આ ઈમારત એક સાંકડી ગલીમાં આવેલી હતી. ઉપરના માળે લોકો રહેતા હતા. સ્થાનિક લોકોને જણાવ્યા અનુસાર આ બિલ્ડીંગમાં 6 પરિવારો રહેતા હતા. ઈમારતનો અડધો ભાગ જર્જરિત થઈ ગયો હતો. જેથી કરીને તેના પડી જવાની દહેશત પહેલાંથી જ હતી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.