લોકસભામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) વિધેયક-2019-(NIA બીલ-2019)ને પાસ કરવામાં આવ્યું હતું. હવે બીલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. જ્યારે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે સોમારે કહ્યું કે NIA કાયદાના દુરુપયોગ કરવાની મોદી સરકારની ન તો ઈચ્છા છે અને ન તો કોઈ ઈરાદો છે. આ કાયદો આતંકવાદને ખતમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
NIA બીલlને રજૂ કરતી વખતે લોકસભામાં હસ્તક્ષેપ કરી રહેલા વિપક્ષને અમિત શાહે કહ્યું કે કેટલાક લોકોએ ધર્મનો ઉલ્લેખ કર્યો તો તેનો તેમણે આ રીતે જવાબ આપ્યો હતો.
વિપક્ષના કેટલાક સભ્યોએ પોટાનો ઉલ્લેખ કરી સવાલો કર્યા હતા અને NIA બીલપણ તે પ્રમાણે જ કામ કરશે તેવું જણાવ્યું હતું. આનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે પોટાનો ઉપયોગ વોટબેન્કની રાજનીતિ કરવા માટે ભંગ કરવામાં આવ્યો હતો. પોટાને રદ્દ કરવા ઉચિત ન હતો. પોટાને રદ્દ કર્યા બાદ આતંકવાદ વધ્યો અને યુપીએ સરકારને NIAની રચના કરવાનો વારો આવ્યો. આ કાયદો મુંબઈ અને સંસદ જેવા હુમલામાં આતંકવાદને ખતમ કરવામાં મદદરૂપ થશે. NIAને દેશી બહાર પણ તપાસ કરવાનો અધિકારા પ્રદાન કરશે.