આચાર્ય દેવવ્રત બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ

ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે ભાજપના સિનિયર નેતા કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતા પહેલાં હરીયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળમાં મુખ્ય આચાર્ય હતા.

કલરાજ મિશ્ર 16મી લોકસભાના સાંસદ હતા. 2014ની ચૂંટણીમાં તેમણે દેવરીયા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને ત્યાર બાદ તેઓ મંત્રી પણ બન્યા હતા.