શિકારી ખુદ યહાં શિકાર હો ગયા: પશુઓનો શિકાર કરવા નીકળેલા ભરૂચના 6 શિકારી જેલના હવાલે

ભરૂચના ખેતરોમાં પશુઓનો શિકાર કરવા માટે ફરી રહેલા 6 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. શિકારની શોધમાં ફરતા શિકારીઓ ખુદ પોલીસનો શિકાર બની ગયા હતા અને જેલના સળીયા પાછળ ધકેલાયા હતા.

ભરૂચ પોલીસ સ્ટાફના પોલીસ માણસો કોમ્બીગ નાઈટમા નિકળેલા હતા. આ દરમિયાન મળેલી બાતમી આધારે ભેસલી ગામેથી રાત્રી દરમિયાન કલાદરા જવાના રોડ ઉપર આવતા કલાદરા ગામ તરફ ખેતરોમાં સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 16 ઝેડ 9566ની અંદર શંકાસ્પદ છ જેટલા ઈસમો પોતાના કબજામાં ભોગવટા વાળી પીકઅપ બોલેરો ગાડીમાં ગેર કાયદેસરના જીવહોણ અગ્નિ

શસ્ત્રો (બાર બોર બંદુક) રાખી પશુઓનો શિકાર કરવા માટે રાત્રીના સમયે નિકળી પીકઅપ વાનમાં શિકારના સાધન સામાગ્રી સાથે ફરી રહ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા.

(1) સુરેશભાઈ છોટુભાઈ મેકવાન ઉ.વ-50 રહે,નવીનગરી,નંદેલાવ,તા.જી.ભરૂચ

(2) શફવાન ફિરોજ પટેલ ઉ.વ-24 રહે, જીવા ફળીયુ, દહેગામ તા.જી.ભરૂચ

(3) અબ્દુલ રહીમ મહમદ પટેલ ઉ.વ-52 રહે, હાજી ફળીયુ,ખોજબલ તા.વાગરા જી.ભરૂચ

(4) આરીફ મહમદ પટેલ ઉ.વ-49 રહે, હાફેજી ફળીયુ, દહેગામતા.જી.ભરૂચ

(5) શાકીર આરીફ પટેલ ઉ.વ-22 રહે, હાફેજી ફળીયુ, દહેગામતા.જી.ભરૂચ 

(6) સુલેમાન મહમદ પટેલ ઉ.વ-46 રહે, હાફેજી ફળીયુ,દહેગામ તા.જી.ભરૂચ

આ 6 શખ્સોને ઝડપી પાડી તમામ વિરૂધ્ધ આર્મ્સ એકટ તથા વન સરંક્ષણ ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ પો.સ.ઈ એસ. એન. પાટીલનાઓ કરી રહ્યા છે.

પોલીસે તેઓ પાસે રહેલી બાર બોરની બંદૂક નંગ-2 જેની કિંમત રૂપિયા 25,000 ગણી શકાય તેમજ જીવતા કાર્ટીઝ બાર બોરના નંગ-220 જે એકની કિંમત રૂપિયા 50 લેખે કુલ કિંમત રૂપિયા 1,000 તથા લોખડના પાળીયા નંગ-2 કિંમત રૂપિયા 200,લોખડના છરા નંગ-3 કિંમત રૂપિયા 75,કાનસ ધાર કાઢવા માટેની કિંમત રૂપિયા 25, લાકડાના હાથાવાળા પેચીયું નંગ-1 જેની કિંમત રૂપિયા 25, હેલોઝન લાઈટ નંગ-2 જે વાયર તથા ચપલા સાથે ગણી કિંમત રૂપિયા 5,000 નાયલોનનુ દોરડુ નંગ-1 કિંમત રૂપિયા 150 તેમજ મોબાઈલ નંગ-6 જેની કિંમત રૂપિયા 39,000 અને  બોલેરો પીકપ વાન જીજે 16 ઝેડ 9566 જેની કિંમત રૂપિયા 2,૦૦,૦૦૦ મળી કુલ 2,7૦,475નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.