તિરુમાલામાં VVIP દર્શન થશે બંધ, જાણો આની પાછળનું કારણ

દેશના સૌથી ધનવાન મંદિર તિરુમાલામાં હવે વીવીઆઈપી દર્શન બંધ કરવામાં આવશે.તિરુમાલા તિરૂપતિ દેવસ્થાન બોર્ડના ચેરમેન વાઈવા સુબ્બા રેડીએ જાહેરાત કરી છે કે જલ્દી જ વીવીઆઈપી દર્શનની વ્યવસ્થા તિરુમાલામાં બંધ કરવામાં આવશે. વીવીઆઈપી દર્શન વ્યવસ્થાને તિરુમાલામાં L1, L2, L3 નામથી ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થાને બંધ કરવાનું કારણ એ છે કે વધારેમાં વધારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન કરી શકે.

દેવસ્થાનમ બોર્ડ માટે રોજનો સૌથી મોટો પડકાર સામાન્ય શ્રદ્ધાળુ અને વીવીઆઈપીઓને જલ્દી દર્શન કરાવવા માટે હોય છે પરંતુ સામાન્ય શ્રદ્ધાળુઓ કલાકોથી લઈને દિવસો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે. અહીંયા રોજ વીવીઆઈપી આવે છે એવામાં સામાન્ય શ્રદ્ધાળુઓને તકલીફ વેઠવી પડતી હોય છે. દેવસ્થાન બોર્ડ પર વીવીઆઈપીને દર્શન કરાવવા એ સૌથી મોટો પડકાર હોય છે.

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાન બોર્ડના ચેરમેન વાઈવા સુબ્બા રેડીએ કહ્યું, જ્યારથી ચાર્જ સાંભળ્યો છે ત્યારથી માંડીને મારી કોશિશ અહીંયા વ્યવસ્થાઓને સીએમ જગન મોહન રેડ્ડીના આદેશ અનુસાર ચલાવવાની હોય છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કામમાં પારદર્શિતા હોવી જરૂરી છે અને આ જ મેં બોર્ડમાં કહ્યું છે. અને આ અંગે અમે નિર્ણય લીધો છે કે અમે વીવીઆઈપી સુવિધાને બંધ કરી દઈને સામાન્ય શ્રદ્ધાળુઓને મહત્વ આપીએ.