લવ તાપી કેર: તાપી તટે સફાઈ કરી 1300 વૃક્ષો વાવી લીધા પર્યાવરણ જાળવણીના શપથ

સુરત, લવ તાપી કેર તાપી અભ્યાન અંતર્ગત બીએનઆઈ ગ્રુપ પરિવાર અને લવ તાપી કેર તાપીની ટીમે આજે સુરત વેડ- ડભોલી બ્રીજ તાપી નદી કાંઠે 1300 વૃક્ષો રોપ્યા હતા અને એનાં સંવર્ધનની જવાબદારી લીધી હતી.

આ વૃક્ષારોપણ પહેલાં રવિવારે સવારે ઓવારા પર સફાઈ કરવામાં આવી હતી. લવ તાપી,કેર તાપીના ડૉ.દીપ્તી પટેલ અને તેમની ટીમ હાજર રહી હતી.

કાર્યક્રમની સાથે બીએનઆઈ ગ્રુપ સુરતે ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બીએનઆઈ સુરતના ડિરેક્ટર સીએ ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે અમે રોપેલાં તમામ વૃક્ષોની જવાબદારી અમે લઇ રહ્યાં છીએ અને એમને પાણી પીવડાવાથી માંડીને એમનાં સંવર્ધનનું ધ્યાન અમે રાખીશું.

આ સમગ્ર કાર્યક્રમ બાદ સૌએ  પર્યાવરણ અને તાપી નદીની જાણવણી માટે શપથ લીધા હતા. કાર્યક્રમમાં બીએનઆઈ ગ્રુપ પરિવારના 400 થી વધુ સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।