આઈસીસી વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્ક ગુપ્તીલ અને નિકોલસે ધીમી શરૂઆત કરી હતી. ગુપ્તીલ 29 રને આઉટ થયો હતો. કેપ્ટન વિલિમસન 103 રનના સ્કોર પર આઉટ થયો હતો. ગુપ્તીલ-19, હેનરી નિકોલસ-55, કેન વિલિયમસન-30, રોઝ ટેલર-15, ટોમ લેથમ-47, જેમ્સ નિશામ-19, ગ્રાન્ડહોમ 16, માઈકલ સ્ટેનર-5 અને હેનરીએ તાર રન બનાવ્યા હતા. 50 ઓવરમાં આઠ વિકેટનાં ભોગે ન્યૂઝીલેન્ડનો દાવ 241 રન પર સમેટાયો હતો.
ન્યૂઝીલેન્ડના જીતવા માટે 242 રનને ચેસ કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. ઓપનર જેસન રોય 17 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. જ્યાપ બેરસ્ટોવે 36 રન કર્યા હતા. રૂટ-7 અને મોર્ગન વિશેષ કશું કરી શક્યા ન હતા મોર્ગન પણ વ્યક્તિગત નવ રને આઉટ થયો હતો.માત્ર 84 રન પર ઈંગ્લેન્ડની ચાર વિકેટ પડી ગઈ હતી. પણ સ્ટોક્સ અને બટલરે બાજી સંભાળી હતી. અને 100 રનની પાર્ટનરશીપ કરી હતી. બટલર ફિફટી કરી આઉટ થયો હતો. બટલર બાદ આવેલો વોક્સ પણ બે રન કરી આઉટ થયો હતો. સ્ટોક્સ અને પૂલનકેટે બાજી સંભાળી રાખી હતી. પણ પૂલનકેટ પણ 10 રન બનાવી આઉટ થયો હતો. એક માત્ર સ્ટોક્સે આક્રમક બેટીંગ કરી હતી. ભારે રસાકસીવાળી મેચ રહી હતી.
છેલ્લી ઓવરમાં 15 રન કરવાના આવ્યા હતા. તે પહેલાં આર્ચરને નિશામે ક્લિનબોલ્ડ કર્યો હતો. કેપ્ટન વિલિયસને છેલ્લી ઓવર બોલ્ટને આપી હતી. બે બોલ ડોટ ગઈ હતી અને ત્રીજી બોલે સ્ટોક્સે છગ્ગો ફટકાર્યો હતો. ત્રણ બોલમાં નવ કરવાના આવ્યા હતા. જ્યારે ચોથા બોલે સ્ટોક્સે બે રન લીધા હતા અને ઓવર થ્રો થતાં બાઉન્ડ્રી મળી હતી. આમ બે બોલમાં ત્રણ રન કરવાના આવ્યા હતા. એક બોલમાં બે રન કરવાના આવ્યા હતા. રાશીદ રન આઉટ થયો હતો. છેલ્લી વિકેટ અને છેલ્લો બોલ હતો. સ્ટોક્સ દ્વારા છેલ્લા બોલે એક રન લઈ લીધો હતો અને મેચ ટાઈ થઈ હતી. પહેલી વખતે ફાઈનલમાં ટાઈ થઈ હતી. હવે સુપર ઓલર રમવામાં આવશે.
ન્યૂઝીલેન્ડના બોલરોએ ઈંગ્લેન્ડની વિકેટો ઝડપી અને ફાઈનલમાં રોમાંચ ઉભો કરી દીધો હતો. હેનરીને એક વિકેટ મળી હતી. જ્યારે ફર્ગ્યુસનને ત્રણ, નિશામને ત્રણ અને ગ્રાન્ડહોમને એક-એક વિકેટ મળી હતી.