હિમાચલ પ્રદેશના સોલનમાં મોટી દુર્ઘટના: બિલ્ડીંગ કોલેપ્સ થતાં ભારતીય સેનાનાં 20 જવાનો સહિત 30 લોકો દબાયા

હિમાચલ પ્રદેશના સોલનમાં મોટી દુર્ઘટના ઘટી છે. સોલનના કુમારહટ્ટી-નાહન હાઈવે પર આવેલી બિલ્ડીંગ પડી જવાના કારણે આર્મીના જવાનો સહિત 30 લોકો દબાયા હોવાની આશંકા છે. હાઈવે પર આવેલા ગેસ્ટ હાઉસની બિલ્ડીંગ તૂટી પડી છે.

રિપોર્ટ પ્રમાણે બિલ્ડીંગના કાટમાળમાં અંદાજે 25 જેટલા લોકો દબાયા છે. ઘટના સ્થળ પર પોલીસ અને રેસ્કયુ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે બિલ્ડીંગ તૂટી પડી હોવાનું માનવામાં આવે છે. દબાયેલા લોકોમાં ભારતીય સેનાના જવાનો હોવાની જાણકારી મળી રહી છે. હાલ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પંચકૂલાથી પણ રેસ્ક્યુ કરવા માટે NDRFની ટીમને રવાના કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.