જીતનો આનંદ: ખ્વાજા ગરીબ નવાઝના સજોડે દર્શન કરતા ભાવનગર ભાજપના સાંસદ ભારતીબેન સિયાલ

લોકસભાની ચૂંટણીમાં ભાવનગર સંસદીય મતવિસ્તારમાંથી વિજયને વરેલા ભાજપના મહિલા સાંસદ ડો.ભારતીબેન સિયાલે રાજસ્થાનના અજમેર ખાતે આવેલી ખ્વાજા ગરીબ નવાઝની દરગાહના દર્શન કર્યા હતા. ભારતીબેનની સાથે પતિ ધીરુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અજમેરી ખ્વાજા, ખ્વાજા ગરીબ નવાઝ તરીકે પ્રખ્યાત એવા ભારત દેશના મહાન વલી હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના દર્શન કરી શ્રદ્વા પુષ્પો અને ચાદર ચઢાવી હતી. લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ ભારતીબેન અજમેર પહોંચ્યા હતા. ગુજરાત અને પોતાના મતક્ષેત્ર ભાવનગરમાં ખુશાલીની પ્રાર્થના કરી હતી. દરગાહમાં પહોંચીને દેશભરમાં શાંતિ અને ભાઈચારાની કામના કરી હતી.