ગુજરાતી પોપ અને ફોક સિંગર કિંજલ દવેનું નવું ગીત “પૈસો છે તો પ્રેમ છે” રિલીઝ થતાંની સાથે જ યૂ-ટયૂબ પર છવાઈ ગયું છે. અત્યાર સુધી હજારો લોકોએ ગીતને માણી ચૂક્યા છે. કિંજલ દવેના આ ગીતમાં ભાવિન ભાનુશાળી અને આંચલ શાહ જોવા મળી રહ્યા છે.
મનુ રબારી દ્વારા લખાયેલા ગીતને નવીન રીતે કમ્પોઝ કરવામાં આવ્યું છે. કેડી ડિજીટલના બેનર સાથે ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે.
પોપ સ્ટાઈલનું આ સોન્ગ મનને ડોલાવી નાંખે છે. દર્શકોમાં આતૂરતા હતી કે ચાર બંગડીવાળી ગાડી સોન્ગ બાદ કિંજલ દવે શું કરશે તો કિંજલ દવે પૈસો છે તો પ્રેમ છે ગીત મારફત દર્શકોના દિલ જીતી લેશે એ નક્કી છે.
સાંભળો ગીતને….