જીતુ વાઘાણીના પુત્રને કોપી કેસમાં થઈ આવી સજા, જાણો શું થઈ સજા

એપ્રિલ-મે મહિના દરમિયાન ભાવનગર યુનિવર્સિટ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી કોપી કરતાં પકડાયો હતો. યુનિવર્સિટીએ મીત વાઘાણી ઉપરાંત NSUIના વિદ્યાર્થી નેતા અને RSSના નેતાના પુત્રને આજે સજા ફટકારી છે.

ભાવનગરની સ્વામી વિવેકાનંદ સંકૂલની એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં બીસીએ સેમેસ્ટર-1ની પરીક્ષામાં ચોરી કરતા જીતુ વાઘાણીનો પુત્ર મીત પકડાયો હતો. મીત વાઘાણી યુજી.સેમેસ્ટ-1,3 અને 5ની એટીકેટી પરીક્ષામાં કોપી કરતો હતો ત્યારે તેની વિરુદ્વ કોપી કેસ નોંધવામાં આવ્યો હતો.

RSSના આગેવાનના પુત્ર તુષાર મહેશભાઇ વ્યાસ એમ.કોમ એક્સટર્નલ કોર્સની પાર્ટ-1ની બિઝનેસ એન્વાયરમેન્ટની પરીક્ષામાં સપ્લીમેન્ટરીમાંથી જવાબો લખતી વેળા તે પણ પકડાયો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી અને NSUIના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા પર દોઢ વર્ષ સુધી અને RSSના આગેવાનના પુત્ર તુષાર વ્યાસ પર ત્રણ વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ આ સમયગાળા સુધી પરીક્ષા આપી શકશે નહીં.