સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ મોદી સરકારે 100 દિવસનો એજન્ડો તૈયાર કરી નાંખ્યો છે. 167 જેટલા કામોનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પંદરમી ઓક્ટોબરે મોદી સરકારને 100 દિવસ પૂર્ણ થશે તે પહેલાં સરકારને ગતિશીલતા આપવા અને વિવિધ યોજનાઓના અમલીકરણ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કેબિનેટ સેક્રેટરી પ્રદીપ સિન્હાએ 10 જુલાઈએ તમામ સચિવોને સંદેશો મોકલ્યો હતો જે સચિવોના સંબંધિત ક્ષેત્રીય સમૂહોની ભલામણો પર આધારિત છે. આ ભલામણો પર મંત્રીઓના મત લેવામાં આવ્યા અને પછી સરકારના 100 દિવસના કાર્યક્રમ તરીકે 167 પરિવર્તનકારી વિચારોને લાગૂ કરવાનો નિર્ણય થયો છે.
ઈકોનૉમિક ટાઈમ્સના અહેવાલો પ્રમાણે કેબિનેટ સેક્રેટરીના આ સંદેશોમાં આ વિચારોને લાગૂ પાડવા માટેની અવધિ 5 જુલાઈથી 15 ઓક્ટોબર જણાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મંત્રાલયે અનેક ચરણોમાં પ્રેઝન્ટેશન થયા બાદ અને ઉચ્ચ સ્તરીય વિવેચના બાદ 100 દિવસોની અંદર પૂર્ણ કરવાના હોય તેવા મહત્વપૂર્ણ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાઓમાં મોટાભાગે તંત્રમાં સુધારાના કાર્યક્રમો સામેલ છે. સરકારનું ધ્યાન સાર્વજનિક ફરિયાદ નિવારણ અને નજર રાખવાની વ્યવસ્થા સુધારવા પર છે. જે અંતર્ગત સામાન્ય લોકોની ફરિયાદો પર તરત જ કાર્રવાઈ અને તેના નિવારણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું છે. સરકાર નેશનલ ઈ- સર્વિસીસ ડિલિવરી અસેસમેન્ટ અને કેન્દ્રીય સચિવાલય માટે એક નવું ઑફિસ મેન્યુઅલ અને ઑફિસ પ્રોસીજર તૈયાર કરી રહી છે.
આ જ રીતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને દેશભરના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાસી પડેલા 3 લાખ ફેકલ્ટીઝને ભરવા માટે 100 દિવસોમાં મોટા સ્કેલ પર અભિયાન ચલાવવાની જવાબદારી આપવામાં આવી છે. ત્યાં જ સંસ્કૃતિ મંત્રાલયને નહેરૂ સ્મારક અને પુસ્તકાલયમાં દેશના વડાપ્રધાનોને મ્યૂઝિયમ માટેની તૈયારી કરવાનું કહ્યું છે. સાથે જ તેના પર લાલ કિલ્લા પર ત્રણ નવા બેરેક મ્યૂઝિયમના ઉદ્ધાટન સહિત મહાત્મા ગાંધીની 150મી જયંતી સમારોહ સંબંધિત કેટલાક કામ પૂર્ણ કરવાની જવાબદારી પણ આપવામાં આવી છે.