સોનાક્ષીસિંહાએ ચીટીંગ કરી? આવો જવાબ આપ્યો દબંગ ગર્લે યુપી પોલીસની તપાસ અંગે

ફિલ્મ એકટ્રેસ સોનાક્ષીસિંહા પર છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સોનાક્ષી પર યુપીમાં થયેલા કાર્યક્રમ અંગે ચીટીંગ કરવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે.

સોનાક્ષીસિંહાએ સોશિયલ મીડિયા પર ખુલાસો આપતા કહ્યું કે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું અને આયોજક પોતાના કમિટમેન્ટ પર યોગ્ય રીતે રહ્યો ન હતો. મને એવું લાગે છે કે મીડિયાના માધ્યમથી મારી ઈમેજને ખરાબ કરવાનું કામ કરી રહ્યો છે. આ કેસ અંગે તપાસ અધિકારીઓને મારો પૂરોપૂરો સહયોગ રહેશે. હું મીડિયાને નિવેદન કરું છું કે આવા બેશરમ માણસની વિત્રિત્ર માંગને ઉત્તેજન નહીં આપે.

નોંધનીય છે કે ઈવેન્ટ માટે સોનાક્ષીએ 24 લાખ રૂપિયા લીધા હતા. એડવાન્સ રૂપિયા લઈને સોનાક્ષીસિંહા ઈવેન્ટમાં આવી ન હતી. આ અંગે યુપી પોલીસમાં ઓર્ગેનાઈઝર દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. યુપી પોલીસ મુંબઈમાં સોનાક્ષીસિંહાની પૂછપરછ કરવા તેના ઘરે પહોંચી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે સોનાક્ષી વિરુદ્વ 240,406 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મુરાદાબાદની ઈવેન્ટ મેનેજરે ફરીયાદ આપી છે.

માહિતી એવી છે કે સોનાક્ષીએ 2018-સપ્ટેમ્બર મહિનામાં ઈવેન્ટમાં હાજર રહેવાનું હતું. આના માટે સોનાક્ષીને મહેનતાણા પેટે 24 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા પણ તે ઈવેન્ટમાં હાજર રહી ન હતી. આના કારણે ઈવેન્ટને નુકશાન થયું હતું. ત્યાર બાદ ઈવેન્ટ મેનેજરે પોલીસમાં ફરીયાદ આપી હતી.

સોનાક્ષીસિંહા ટૂંક સમયમાં ખાનદાની શફાખાનામાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.