બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની અંગત લાઈફ વિષે તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે વર્ષ 2020માં શ્રદ્ધા કપૂર લગ્નગ્રંથીથી જોડાશે. ત્યારે સૌકોઈને સવાલ થાય કે કોણ હશે શ્રદ્ધાની પસંદ. તો માહિતી મુજબ શ્રદ્ધા હાલ રોહન શ્રેષ્ઠ નામના હેન્ડસમ બોય સાથે રિલેશનશિપમાં છે. આ બંને ડેટ કરી રહ્યા હોવાની માહિતી સામે આવતા જ બંનેના લગ્નને લઇને પણ ચર્ચા ચાલી રહી છે.
બંને વર્ષ 2020માં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે, તેવી માહિતી પણ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધા અને રોહન વચ્ચે અંદાજે છેલ્લા બે વર્ષથી ડેટિંગ ચાલી રહ્યું છે. વધુમાં મળેલી માહિતી મુજબ શ્રદ્ધાની માં શિવાંગી કપૂર લગ્ન માટે તૈયારીમાં જોડાઇ ગઇ છે.
નોંધનીય છે કે, શ્રદ્ધા અને રોહને પોતાના સંબંધ વિશે હાલ જાહેરમાં કંઇપણ કહ્યું નથી. આ ઉપરાંત શ્રદ્ધા કપૂરે આ રિપોર્ટ્સને નકારી કાઢી જણાવ્યું હતું કે, ‘ આ બધુ અફવા છે, વાસ્તવમાં આવું કાંઈ નથી.’ ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે પણ જણાવ્યું હતું કે ”તેમાં કોઇ સચ્ચાઇ નથી. શ્રદ્ધાની પાસે 4-5 વર્ષ સુધી કોઇની સાથે લગ્ન કરવાની યોજના નથી. તે હાલમાં પોતાના કેરિયર પર વધુ ફોકસ કરી રહી છે.”
આગામી સમયમાં 15 ઓગસ્ટના રોજ શ્રદ્ધા કપૂર અને પ્રભાસ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સાહો’ રિલીઝ થવા થશે, જે બાદ આગામી વર્ષે ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’, ‘બાગી 3’ પણ રિલીઝ થશે. જેને જોતા લાગે છે હાલ શ્રદ્ધા આ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.