અમદાવાદ કોર્ટમાં જૂબાની આપવા રાહુલ ગાંધી હાજર થયા, ઠેર-ઠેર સ્વાગત

અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં આજે અદાલતમા હાજર રહેવાનું સમન્સ મોકલવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમદાવાદ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે સત્યની જીત થશે.

નોટબંધીના  સમય દરમિયાન અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ બેંક દ્વારા 774 કરોડના કાળા નાણાની હેરફેર કરી વ્હાઈટ કરવામાં આવ્યા હોવા અંગે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો. ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ બેંક સાથે સંકળાયેલા હતા અને ચેરમેન પણ હતા.

જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાહુલ ગાંધીને આવકાર્યા

રૂપિયાની હેરાફેરીના આક્ષેપ બાદ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર દ્વારા રાહુલ ગાંધી વિરુદ્વ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા માટે સમન્સ મોકલાવ્યું હતું અને તેના અનુસંધાનમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા.

કોર્ટમાં હાજર થતી વખતે અમદવાદના રસ્તાઓ પર રાહુલ ગાંધીનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીને પ્રમુખ પદે પરત ફરવાની પણ અપીલ કરવામાં આવી હતી.

અમદાવાદ અરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરતા અમિત ચાવડા, પરેશ ધાનણી અને મધુસુદન મિસ્ત્રી

રાહુલ ગાંધીને આવકા૨વા માટે અમદાવાદ વિમાની મથકે કોંગ્રેસના ટોચના નેતાઓ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને હાર્દિક પટેલ હાજ૨ ૨હ્યા હતા રાહુલ ગાંધી મુસાફ૨ વિમાનમાં જ અમદાવાદ પહોંચ્યા હતા તેમની સુ૨ક્ષા માટે જબ૨ી વ્યવસ્થા ક૨વામાં આવી હતી. રાહુલ ગાંધીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે વકીલ સાથે સમગ્ર કેસની ચર્ચા કરી હતી અને પક્ષના કાર્યર્ક્તાઓને મળ્યા બાદમાં તેઓ અમદાવાદની લો ગાર્ડન ખાતેની સ્વાતિ રેસ્ટોરન્ટમાં ભોજન પણ લેવા ગયા હતા.