CM રૂપાણીની જાહેરાત: ડાંગરના ઊભા પાકને બચાવવા 45 દિવસ સુધી અમદાવાદના ફતેવાડી- ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-2019માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં 15 જુલાઇથી 45 દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે. 

CM રૂપાણીના આ કિસાન હિત અભિગમને પગલે અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને 25 હજાર હેકટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં 4500 હેકટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે 15 જુલાઇથી 24 ઓગસ્ટ સુધી એકંદરે 3109 MCFT નર્મદાનું પાણી છોડવામાં આવશે.