રાષ્ટ્રીય જનતા દળ-આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદને રાંચી હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. દેવધર જેલમાં સજાની અડધી મુદ્દત પસાર કરવાના આધારે લાલુ પ્રસાદ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. રાંચી હાઈકોર્ટે અરજીની સુનાવણી હાથ ધરી હતી અને લાલુ યાદવને 50-50 હજારના મુચલકા પર જામીન આપવામાં આવ્યા હતા. આ સાથે જ લાલુ યાદવને પાસપોર્ટ જમા કરાવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો.
ચારા કૌભાંડમાં પાંચમી જૂલાઈએ સુનાવણી થઈ હતી પણ લાલુ યાદવને રાંચી હાઈકોર્ટે કોઈ રાહત આપી ન હતી. લાલુ યાદવે જામીન માટે અરજી કરી હતી. જેના માટે કોર્ટે 12મી જૂલાઈની તારીખ નક્કી કરી હતી. લાલુ યાદવે ચારા કાંડમાં રાંચની જેલમાં બંધ છે.
આ વર્ષના મે મહિનામાં રાંચીની ખાસ અદાલતે કરોડા રૂપિયાના ચારાકાંડમાં 16 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને ત્રણથી ચાર વર્ષની સજા સંભળાવી હતી.
સીબીઆઈની ખાસ કોર્ટે બિહરાના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને જગન્નાથ મિશ્રાને 2013માં દોષી ઠેકરવ્યા હતા. સીબીઆઈએ બાદમાં 16 અન્ય આરોપીઓ વિરુદ્વ ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેમાં 14 જણા ચારાની સપ્લાય કરતા હતા તથા સરકારી અધિકારીઓ પણ હતા. સીબીઆઈની કોર્ટે ચારાકાંડમાં 42 મામલામાં પોતાના ચૂકાદો આપ્યો હતો.