કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અમદાવાદની સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે ગુનો કર્યો છે તો રાહુલ ગાંધીએ આનો જવાબ આપતા કહ્યું કે નહીં. રાહુલ ગાંધીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે રાહુલની અરજીને સ્વીકારી હતી. રાહુલ ગાંધીન 15 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
મુંબઈ, પટના બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને નોટબંધી દરમિયાન કરવામાં આવેલા નિવેદન અંગે બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ વિરુદ્વ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.
નોટબંધી દરમિયાન રાહુલ ગાંધીને રણદીપ સૂરજેવાલાએ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેન્ક પર 745 કરોડ રૂપિયાના કાળા નાણાને વ્હાઈટ કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ એડીસીના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી વિરુદ્વ માનહાનિનો કેસ કર્યો છે.