મોડી રાત્રે અમદાવાદના માણેક ચોકમાં બે જૂથો સામ સામે, પોલીસે 15 મીનીટમાં સ્થિતિ કરી કન્ટ્રોલમાં

અમદાવાદના માણેક ચોકમાં બાઈક અથડાવાના નજીવા મામલે બે જૂથો સામ-સામે આવી જતા પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. માણેક ચોકના ફૂડ બજાર નજીક આ ઘટના બની હતી. પોલીસે તાબડતોડ સ્થિતિને કાબૂમાં લીધી હતી અને તોફાનીઓને વિખેરી નાંખ્યા હતા.

હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. અમદાવાદમાં અફવા બજાર ગરમ છે પણ પોલીસ પ્રશાસને લોકોને ખોટી વાતો અને અફવાથી દુર રહેવાની સલાહ આપી છે. માંડવીની પોળમાં બનાવ બન્યો હતો. બનાવ બનતા બજાર ટપોટપ બંધ થઈ જવા પામ્યું હતું. પોલીસે દ્વારા બન્ને કોમાના લોકોને સમજાવવામાં આવ્યા હતા. કોઈને ઈજા કે અન્ય નુકશાન થવાની જાણકારી મળી રહી નથી. રાત્રે બનેલી ઘટના બાદ શાંતિ પ્રવર્તી રહી છે.

અમદાવાદમાં મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં પોલીસને સાબદી કરી દેવામાં આવી હતી. માણેક ચોકમાં ટોળા સામ-સામે આવી જતા પોલીસ દ્વારા બન્ને કોમના ટોળા સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ખાસ્સો સંયમ રાખીને મામલાને ટેકલ કર્યો હતો.