જાણો ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન ટીમને કેટલા કરોડ મળશે? ટીમ ઈન્ડીયાને હવે કેટલા મળશે?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડીયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આની સાથે જ ચેમ્પિયન ટીમને મળનારા રૂપિયા 40 લાખ ડોલર એટલે કે 27.6 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતવામાંથી ચૂકી ગઈ છે.

હવે ટીમ ઈન્ડીયાને સેમી ફાઈનલમાં સ્થાન મેળવવા બદલ 5.4 કરોડ રૂપિયાથી જ સંતોષ માનવો પડશે.

ICC વર્લ્ડ કપ-2019ની ઈનામી રકમ 69.41 કરોડ એટલે કે એક કરોડ ડોલર છે. જેમાં જીતનારી ટીમને 40 લાખ ડોલર આપવામાં આવે છે. જ્યારે રનર્સ અપ ટીમને 20 લાખ ડોલર એટલે 13.8 કરોડ રૂપિયા આપવામાં આવે છે. સેમી ફાઈનલમાં હારનારી ટીમોને 5.4 કરોડ એટલે કે આઠ-આઠ લાખ ડોલર આપવામાં આવે છે.

આમ તો ક્રિકેટ વર્લ્ડ કપની ઈનામી રકમ દુનિયાની અન્ય રમતોની સરખામણીમાં બહું જ ઓછી છે. ટેનિસ, ફૂટબોલ, અને ફોર્મ્યુલા વનની સરખામણીમાં વર્લ્ડ કપના પ્રાઈઝની રકમ તુલના કરી શકાય એમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો ICC ક્રિકેટ વર્લ્ડ કપની ટીમોને સૌથી ઓછી રકમ આપવામાં આવે છે.