ડોક્ટર્સ દ્વારા કપલ્સને સેક્સ પછી તરત જ સાફ-સફાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. જે લોકો આ બાબતનું ધ્યાન નથી રાખતા તેમને ઈન્ફેક્શન થઈ જાય છે. પણ લોકોને આ વસ્તુની જરા પણ ખબર નહીં હોય કે સેક્સ દરમિયાન એક ગંભીર પ્રકારનો જીવલેણ વાયરસ અટેક કરે છે જેના કારણે તમને કેન્સર જેવી ખતરનાક બિમારી પણ લાગૂ થઈ જવાની દહેશત રહે છે.
આ વાયરસનું નામ છે એચપીવી (HPV). એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. અનેક વાર આ વાયરસના લક્ષણ નજરે પડતા નથી. આ વાયરસ ઝડપથી પ્રસરી જાય છે.
80 ટકા લોકો ખતરમાં
ડોકટર્સ કહે છે કે સેક્સ કરનારા ઓછામાં ઓછા 80 ટકા મહિલાઓ અને પુરષોને પોતાના જીવનમાં આ વાયરસનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે હ્યુમન પેપિલોમા વાયરસથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી રાખવી અત્યંત જરૂરી છે.
કેવી રીતે ફેલાય છે આ વાયરસ
હ્યુમન પેપિલોમા વાયરસ સેક્સ અને ઓરલ સેક્સ મારફત ફેલાય છે. આ સિવાય સેક્સ દરમિયાન પેનિસ પર યોગ્ય રીતે કોન્ડોમ નહીં પહેર્યું હોય તો આ વાયરસ હુમલો કરી શકે છે.
HPVના લક્ષણ
કેટલીક વાર આવા પ્રકારની બિમારીનો ભોગ બનેલી વ્યક્તિના લક્ષણ માલૂમ પડી જાય છે. પણ કેટલીક વખત જણાઈ આવતા નથી. આ બિમારીમાં શરીરના ભાગોમાં મસા ઉગવા મુખ્ય છે. આ અલગ અલગ પ્રકારના હોય છે. જિનાઈટલ વોર્ટ્સ, કોમન વોર્ટ્સ, પ્લેન્ટર વોર્ટ્સ અથવા એડીના મસા તથા ફ્લેટ વોર્ટ્સ વગેરે…
કેન્સરનો ખતરો
આ વાયરસથી 6 પ્રકારનું કેન્સર થઈ શકે છે. આ વાયરસ સર્વાઈકલ કેન્સર અથા પેનિસ, વર્જિઈના, એનસ અથવા ઓરોફેરિન્ક્સ જેવા કેન્સરનું કારણ બને છે.
કોને હોય છે વધુ ખતરો
જે લોકો વધુ દારુ પીવે છે
વધતી ઉંમર સાથે પુરુષોમાં આ ખતરો વધારે થાય છે
એક કરતા વધુ લોકો સાથે જાતીય સંબંધ રાખનારા લોકોમાં આ વાયરસ ફેલાય છે
જે લોકોની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોય છે તેમાં આ રોગ ફેલાય છે.
શું છે બચવાના ઉપાય
સૌથી પહેલાં તો ધ્યાન રાખીએ કે મલ્ટીપલ પાર્ટનર્સ સાથે સંબંધ ન બાંધો.
સેક્સ બાદ તરત જ સાફ-સફાઈની કાળજી લો.
કોઈ પણ પ્રકારના મસા થાય તો તેના માટે ડોક્ટર્સને મળો.
યુવાઓ માટે HPVથી બચવા માટેની રસી ઉપલબ્ધ છે.
મહિલાઓ માટે ખાસ વાત
મહિલાઓને આના થકી ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા છે. જો ગર્ભાશયમાં અસામાન્ય કોષિકાઓ જન્મી રહી હોય તો તેનું નિદાન થવાથી સારવાર સંભવ છે. તો એક્સપર્ટની તાકીદ છે કે મહિલાઓએ ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. એક રિપોર્ટ પ્રમાણે મોટાભાગે ગર્ભાશયનું કેન્સર HPVના કારણે થાય છે.