ભારતનો ધબડકો, કિનારે આવીને વહાણ ડૂબ્યું, ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં

ગઈકાલે મુલત્વી રખાયેલી આઈસીસી વર્લ્ડ કપની સેમી ફાઈનલ આજે ફરીથી રમાઈ હતી. સમગ્ર વર્લ્ડકપમાં એક જ મેચ હારેલી ટી મ ઈન્ડીયા સેમી ફાઈનલમાં આવીને હારી ગઈ હતી. બેટીગમાં ધબડકો થતાં ટીમ ઈન્ડીયાનાં બેટ્સમેનો આડેધડ ફટક મારવામાં આઉટ થયા હતા જ્યારે મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડને ટક્કર આપી હતી પણ તેમની મહેનત ફળી ન હતી. ટીમ ઈન્ડીયા 221 પર ઓલઆઉથ થઈ હતી અને ન્યૂઝીલેન્ડનો 18 રને વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ આ સાથે જ ફાઈનલમાં પહોંચી હતી.