વર્લ્ડ કપ સેમી ફાઈનલ: ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે આપ્યો 240 રનનો ટારગેટ

મંગળવારે વરસાદને કારણે બુધવારના ખાલી દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ હવામાન સુધરતા શરૂ થઈ હતી.

માન્ચેસ્ટરમાં આકાશ ચોખ્ખું અને રાત્રે પણ અહીં જરા પણ વરસાદ પડ્યો નથી. જો કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન્ચેસ્ટરના સ્થાનિક સમય અનુસાર બપોરે 12 વાગ્યાની આસપાસ હળવો વરસાદ પડી શકે છે. મતલબ કે ભારતમાં જ્યારે પાંચ વાગ્યાની આસપાસનો સમય હશે ત્યારે વરસાદની સંભાવના છે અને તે સમયે ભારતીય ઇનિંગ લગભગ શરૂ થઇ ગઇ હશે.

આ બધી અટકળો અને ચર્ચા વચ્ચે સેમી ફાઈનલ શરૂ થઈ. ગઈકાલે ન્યૂઝીલેન્ડે બેટીંગ કરી હતી અને ભારતે બોલીંગ કરી હતી. ગુપ્તીલને વ્યક્તિગત એક રન પર બૂમરાહે આઉટ કર્યો હતો. નિકોલસ-28, કેપ્ટન વિલિયમ્સન-67, ટેલર-74,નિશામ-12, ગ્રાન્ડહોમ-16 અને લેથામે-10 રન બનાવ્યા હતા. ગઈકાલે સાત વિકેટના ભોગે ન્યૂઝીલેન્ડે 224 રન બનાવ્યા હતા.

જ્યારે આજે રમત શરૂ થઈ તો સ્ટેનર અને હેનરી મેદાનમાં હતા. હેનરીને ભૂવનેશ્વરકુમારે વ્યક્તિગત એક રન પર આઉટ કર્યો હતો. સ્ટેનર અને બોલ્ટે રમતને આગળ વધારી હતી. નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટનાં ભોગે ન્યૂઝીલેન્ડના 239 રન થયા હતા.

ભૂવનેશ્વર કુમારે ત્રણ વિકટે ઝડપી હતી. જ્યારે બૂમરાહ, પંડ્યા, જાડેજા અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.