ચોંકાવનારા લૂક્સમાં એક્ટર રામ કપૂર, હવે ઓળખવા પણ છે મુશ્કેલ

ટીવી એક્ટર રામ કપૂર પાછલા દિવસોમાં એક્તા કપૂરના શો કર લે તુ ભી મહોબ્બતમાં જોવા મળ્યા હતા. પાછલા વર્ષે આયુષ શર્માની ડેબ્યુ ફિલ્મ લવયાત્રીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવાયા હતા. ત્યાર બાદ રામ કપૂરની વિશેષ કોઈ ચર્ચા થઈ નહીં. હવે રામ કપૂર ફરીથી ચર્ચામાં આવી ગયા છે અને વખતે ચર્ચાનો વિષય છે રામ કપૂરના લેટેસ્ટ ફોટો.

રામ કપૂરના લેટેસ્ટ ફોટો જબરદસ્ત એક્ટરના ટ્રાન્સફોર્મેશનને દર્શાવી રહ્યા છે. પ્રથમ નજરમાં તો રામ કપૂરને ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય એમ છે. રામ કપૂરે વજન ઓછું કરવાની સાથે પોતાના લૂક્સ પર પણ કામ કર્યું છે. તેમની શાર્પ ચાર્મિંગ પર્સનાલિટી કોમ્લિમેન્ટ આપી રહી છે.

આમ તો રામ કપૂરનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં એટલા માટે પ્રખ્યાત છે કે તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટીરીયોટાઈપના ટ્રેન્ડને તોડ્યું હતું. આના કારણે ઘણી ફિલ્મોમાં સ્ટાર સાથે લીડ રોલ પણ મળ્યા છે.

રામ કપૂરે વધેલા વજનની સાથે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં અનેક સુપરહિટ શો કર્યા છે. પોતાની ફિટનેસ પર તેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. 2017માં તેમણે સોશિયલ મીડિયામાં જીમમાં કસરત કરતા ફોટો પણ શેર કર્યા હતા.

રામ કપૂરે પોતાની ફિટનેસ પર બહુ મહેનત કરી છે. તેની સાબિતી હાલના તેમના ફોટો છે. તેમની ફિટનેસ અન્યો માટે પ્રેરણા બની શકે છે.