અશાંત ધારા વિસ્તાર સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર, આ છે જોગવાઈ…

વિધાનસભા બજેટ સત્રમાં અશાંતધારા વિસ્તારનો વિધેયક સુધારા સાથે પસાર કરવામાં આવ્યો છે. અશાંતધારા લાગતા કોઈ પણ વિસ્તારોમાં મિલકત ભાડા પર અથવા વેચતા પહેલા ક્લેક્ટરની મંજૂરી લેવાની રહેશે. અશાંત ધારાનું ઉલ્લંઘન કરવા પર દંડની વસૂલાત કરવામાં આવશે.સાથે જ અમલીકરણ માટે સીટની પણ રચના કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ચૌદમી વિધાનસભાના ચોથા સત્રમાં ,આજે વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. દિવસની શરૂઆતમાં ,ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના સંલગ્ન વિભાગોના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા.  ત્યારબાદ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજયકક્ષા મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો સરકારી સંકલ્પ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ,ગુજરાતમાં અશાંત ધારા વિસ્તાર સુધારા વિધેયક રજૂ કરાયા બાદ પસાર કરવામાં આવ્યું હતું.

જેના અંતર્ગત કોઈ પણ વ્યકિત પોતાની મિલકત ક્લેક્ટરની મંજૂરી બાદ જ તબદીલ કરી શકશે, તો અશાંત ધારાનું ઉલ્લંઘન કરનાર દોષિતોને 3થી 5 વર્ષની સજા અને રૂ.1 લાખ અથવા મિલકત જંત્રી કિંમતના 10 ટકા દંડ અને સજા થશે. ઉપરાંત મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં દ્વારા જમીન મહેસૂલ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યો હતો.