ભારતની રાષ્ટ્રીય વિમાની સેવા એર ઈન્ડીયાએ પવિત્ર ઝમઝમના પાણીને લાવવા માટે બે ફ્લાઈટમાં બેન મૂકી દીધું છે. તાત્કાલિક અસરથી આ નિર્ણયનો અમલ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું ગલ્ફ ન્યૂઝે જણાવ્યું છે.
આ પ્રતિબંધ 15 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન ભારતીય હજ યાત્રાળુઓનું છેલ્લું બેચ પવિત્ર પાણી ઝમઝમ સાથે સાથે માદરે વતન પાછા ફરે છે.
એર ઇન્ડિયાના જેદ્દાહ સેલ્સ ટીમે ચોથી જુલાઇએ 4 ટ્રાવેલ એજન્ટોને જારી કરાયેલા આદેશમાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અને સીટ મર્યાદામાં ફેરફાર થવાના કારણે ફ્લાઈટ નંબર AI966 (જેદ્દાહ / હૈદરાબાદ / મુંબઈ) અને AI964 (જેદ્દાહ કોચી) ફ્લાઇટ્સ પર ઝમઝમના કેનને મંજૂરી આપવામાં આવશે નહીં.
તાત્કાલિક અસરથી અમલમાં આવેલા આદેશમાં જણાવાયું છે કે “તમામ એજન્ટોને વિનંતી કરવામાં આવે છે કે આ માહિતીનો પ્રસાર કરવામાં આવે અને તમામ સહકર્મીઓ અને મુસાફરોને તેની જાણ કરવામાં આવે. અંતિમ સમયે એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની અસુવિધાને ટાળવા માટે ટ્રાવેલ એજન્ટો આ માહિતી મુસાફરો સુધી પહોંચાડે.
ગલ્ફ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડીયા દ્વારા આ અંગે કશો ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે, એરલાઈન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે ઝમઝમના કેન પર ફ્લાઈટ નંબર AI966 અને AI964માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આની પાછળ સેલ્સ ટીમે એવું કારણ આપ્યું છે કે આ પ્લેનમાં ત્રણથી ચાર મીટરની વચ્ચે એક કેબિન ધરાવતા સિંગલ એઈસલ વિમાનો છે.
9 ઓગસ્ટથી શરૂ થતી હજ દરમિયાન યાત્રાળુઓ ધાર્મિક વિધિઓ કરે છે, જેમાંથી એક મક્કામાં પવિત્ર ઝાઝઝમથી પીવાનું પાણી પીવે છે. ઘણાં લોકો પરિવાર અને મિત્રો માટે ઝમઝમનું પાણી લાવે છે.
ઝાઝઝમના પાણી માટે કિંગ અબ્દુલ્લા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક એ.ખાને કહ્યું હતું કે હાલના 10 લીટર કેનની જગ્યાએ હવે માત્ર પાંચ લીટર ઝમઝમ જ પુરું પાડવામાં આવશે. એ.ખાને એમ પણ કહ્યું હતું કે પાણીના બોટલ કે કેન વધારાની જગ્યા રોકતા નથી.